
મુંબઇ, તા. 31 મે 2019, શુક્રવાર
લક્ષદ્વિપ ટાપુ પરથી રવાના થયેલી અમુક બોટોમાં બેસીને ઇસ્લામિક સ્ટેટના ૧૫ જેટલા આતંકવાદીઓ કોંકણના દરિયાની કિનારાપટ્ટી તરફ રવાના થયા હોવાનો ઇન્ટલિજન્સ વિભાગે શક્યતા દર્શાવ્યા બાદ મહારાષ્ટ્ર કોસ્ટલ સિક્યુરિટી ગુ્રપે અહીનું પેટ્રોલિંગ વધારી દીધું છે.
આ પ્રકરણે પાલઘર પોલીસના સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે આ ખૂબ જ મોટા જોખમનો સંકેત હોવાથી અમે આ પ્રકરણે કોઇ જ બેરદરાકી દાખવવા નથી ઇચ્છતા અમે અહીંના સ્થાનિક માછીમારોને પણ અહીંની દરેક સંદિગ્ધ ગતિવિધિઓ અમને સૂચિત કરવાના આદેશ આપ્યા છે.
તે સિવાય કોસ્ટગાર્ડ અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડની વિવિધ એજન્સીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ વિશએની કાર્યયોજનાની ચર્ચા થઇ હતી.
હાલ અને પેટ્રોલિંગ માટે પાંચ સ્પીડબોટ તૈનાત છે. અને વધારાની સ્પીડબોટની ખરીદીનો પ્રસ્તાવ છે. પાલઘરની કિનારાપટ્ટી જ નહી પરંતુ તેઓ ૨૨૦ કિલોમીટર લાંબી કોંકણની આખી કિનારાપટ્ટી પર નજર રાખી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I9VXgO
via Latest Gujarati News
0 Comments