
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2019, શુક્રવાર
કરણ જોહર બોલીવૂડના સ્ટારરકિડનો ગોડફાધર ગણાય છે. છેલ્લા થોડા વરસોમાં તેણે ફિલ્મમાં ડેબ્યુ કરવા માંગતા ઘણા સ્ટાર સંતાનોને લોન્ચ કર્યા છે,અને તે સફળ પણ થયો છે. આ જ સ્ટારકિડની યાદીમાં શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટરનું નામ પણ છે, જેને કરણે 'ધડ'માં જાહ્નવી સાથે લીધો હતો.
જોકે હવે કમલ આર ખાને વિવાદ માટે જાણીતો છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરતાં જણાવ્યું છે કે, '' ઇશાન ખટ્ટરે કરણ જોહર સાથે સારી રીતે વાતચીત ન કરતાં, કરણ જોહરનો પિત્તો ગયો અને એણે ઈશાનને પોતાના કેમ્પમાંથી હાંકી કાઢ્યો છે. કરણે સાથેસાથે કરણે ઇશાન સાથે એક પણ ફિલ્મ ન બનાવાનો નિર્ણય લીધો છે.
એક વાત એવી પણ છે કે, કરણ ઇશાન પર અભિનેત્રીઓ સાથે દોસ્તી અન ેબ્રેક અપ કરવા માટે જબરદસ્તી કરતો હતો. જે ઇશાનને વધુ પડતી રોકટોક લાગતાં કરણ સાથે તેની બોલાચાલી થઇ ગઇ હતી.
જોકે કમાલ ખાનના આ ટ્વિટમાં કેટલી સચ્ચાઇ છે, તે તો આવનાર સમય જ દાખવશે. જો આ વાત સાચી હશે તો ઇશાને બોલીવૂડમાં કારકિર્દી બનાવવી ભારી પડી જશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MjE98d
via Latest Gujarati News
0 Comments