
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2019, શુક્રવાર
રોહિત શેટ્ટીએ હાલમાં 'આયા પોલીસ' ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે. ત્યારે તેના સ્ટારકાસ્ટની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મ મહિલા પોલીસ પર ફોકસ કરનારી હોવાની વાતો ચાલી રહી છે, જેમાં હીરાઈન તરીકે દીપિકા પદુકોણનું નામ ચર્ચાઇ રહ્યું છે.
રોહિત શેટ્ટીની આ ફિલ્મ મહિલા પોલીસ પર આધારિત હોવાની ગોસિપ બોલીવૂડમાં થઇ રહી છે. તેથી આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં કોઇ અભિનેતાના સ્થાને અભિનેત્રી હોવાની ચર્ચા છે. વાત તો એવી પણ થઇરહી છે કે, આ મહિલા પોલીસનું પાત્ર દીપિકા પદુકોણ ભજવશે.
થોડા સમય પહેલા રોહિત શેટ્ટીએ કહ્યુ ંહતું કે, તે પોલીસની સીરિઝ ફિલ્મમાં એક લેડી સિંઘમ પણ લાવવા માંગે છે. રોહિત એક લેડી કોપ પર ફિલ્મ બનાવાનું વિચારી રહ્યો છે અને એ ફિલ્મ સિંઘમ સિરીઝનો હિસ્સો બને.
આ બાદ દીપિકા પદુકોણનું નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે રોહિત કે તેની ટીમે આ બાબત કોઇ વાતચીત કરી નથી.
ભૂતકાળમા રૂપેરી પડદે માધુરી દીક્ષિત, રાણી મુખર્જી નીતુ ચંદ્રા, બિપાશા બાસુ, સુષ્મિતા સેન મહિલા પોલીસના પાત્રમાં જોવા મળી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JPpCPr
via Latest Gujarati News
0 Comments