પીઢ ગાયિકા આશા ભોંસલેની વહારે આવી સ્મૃતિ ઇરાની


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2019, શુક્રવાર

પીઢ ગાયિકા આશા ભોંસલે ગુરુવારે વડા પ્રધાન નરેન્દમોદીના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા. પરંતુ ત્યાં આશાજીને બહુ મુશ્કેલીનો સામનો કતરવો પડયો હતો. તેઓ ભીડમાં અટવાઇ ગયા હતા, અને તેમની મદદે સ્મૃતિ ઇરાની આવી હતી. 

આ ભવ્ય સમારોહમાં લગભગ આઠ હજાર લોકો સામેલ થયા હતા. આ સેરેમની લગભગ રાતના ૯ વાગ્યા સુધી ચાલ્યો હતો.  શપથ ગ્રહણ સમારોહ બાદ આશાજી ભીડમાં અટવાઇ ગયા હતા ત્યારે તેમની મદદે ફક્ત સ્મૃતિ ઇરાની આવી હતી. આશાજીએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. 

આશાજીએ ટ્વિટર પર સ્મૃતિ ઇરાની સાથેનો એક ફોટો શેયર કર્યો છે. આ સાથે તેમણે ટાંક્યું છે કે, '' પીએમ શપથ સમારોહ બાદ હું ભીડમાં ફસાઇ ગઇ હતી. ત્યારે સ્મૃતિ સિવાય અન્ય કોઇ મારી વહારે આવ્યું નહોતું. સ્મૃતિે મારી હાલત જોઇને મને સુરક્ષિત ભીડમાંથી બહાર કાઢીને ઘર ેપહોંચાડી હતી. તે લોકોની પરવાહ કરે છે અને તેથી જ તેણે વિજય મેળવ્યો છે.''

સ્મૃતિ ઇરાનીએ આ ટ્વિટનો ઉત્તર હાથ જોડતા એક ઇમોજીથી આપ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MjDJyF
via Latest Gujarati News

Post a Comment

0 Comments