'મીટુ' આરોપમાં ફસાયેલા અનુમલિકને યશરાજ સ્ટુડિયોમાં પ્રવેશ પર પ્રતિબંધ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31  મે 2019, શુક્રવાર

૨૦૧૮માં બોલીવૂડમાં ' મીટુ ' અભિયાને ચકચાર જગાવી દીધી હતી. જેમાં કેટલાક જાણીતા કલાકારોની ગેરવર્તણૂક બહાર આવી હતી. અનુ મલિક પર પણ 'મીટુ'  આરોપમાં ફસાયા છે. પરંતુ તેને એક રિયાલિટી શોના નિર્ણાયક તરીકે લેવાની હિલચાલ શરૂ થઇ ગઇ છે. ત્યારે  તેને યશરાજ સ્ટુડિયોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયાનું કહેવાઇ રહ્યું છે. 

'' સંગીતકાર અનુ મલિકને યશરાજ સ્ટુડિયોમાં આવવાની અનુમતિ નથી. યશરાજ જાતીય શોષણ અથવા મહિલાઓ સાથે થતા કોઇ પણ ભેદભાવના વિરુદ્ધ કડક પગલા લેવામાં માને છે. યશરાજના સિનિયર અધિકારીને આ અભિયાનમાં  દોષી મનાતા યશરાજે તેને પણ નોકરીમાંથી છૂટો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અનુ મલિકા આ શોનો ૨૦૦૪ થી ૨૦૧૮ સુધી નિર્ણાયક તરીકે રહ્યો છે. પરંતુ ગયા વરસે ેટલે કે ૨૦૧૮માં તેના પર જાતીય શોષણના આરોપ મુકાતા તેને આ શો છોડી દેવો પડયો હતો. પરંતુ હવે ' મીટુ ' અભિયાન ઠંડુ પડવાથી  ફરી તેને આ શોમાં નિર્ણાયક તરીકે લેવાની તજવીજ  થઈ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JVW6I7
via Latest Gujarati News

Post a Comment

0 Comments