પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાઇ હતી. જે  ૧૮૪૪માં સેન્ટ જયોર્જ ક્રિકેટ ગ્રાઉન્ડ ન્યુયોર્ક ખાતે રમાઇ હતી.૧૮૫૯માં ઇગ્લેન્ડની ટીમ પહેલી વાર નોર્થ અમેરિકામાં ક્રિકેટ રમવા ગઇ હતી. ૬ ઓકટોબર ૧૮૮૦માં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. ૧૮૬૫માં વિગગ્રેસ નામના ખેલાડીએ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે ખૂબજ પ્રયાસો કર્યા હતા.૧૯૬૮ના ઓકટોબર માસમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટની ટીમ ઇગ્લેન્ડ રમવા ગઇ જે તેની પહેલી વિદેશ ટૂર હતી.

ત્યારબાદ ૧૮૭૭માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવા ગઇ ત્યારે તેને ખૂબજ સારો આવકાર મળતા ક્રિકેટના પ્રસાર અને લોકપ્રિય થવાની આશા બંધાઇ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ૧૮૮૨માં ઓવલ ખાતે ટેસ્ટ મેચ રમ્યું જેને મળેલો સારો પ્રતિસાદ એશિઝ જંગનો આરંભ હતો.૧૯૮૯માં દક્ષિણ આફ્રિકા પણ ક્રિકેટ રમવામાં જોડાયું હતું.જો કે ઇગ્લેન્ડમાં ક્રિકેટને મજબૂત બનાવવામાં કાઉન્ટી ક્રિકેટનો ખૂબ જ મોટો ફાળો હતો. લગભગ આખું વર્ષ ક્રિકેટ રમાયા કરતું હતું. ત્યાર બાદ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં પણ સ્થાનિક સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓ શરૃ થઇ જેનાથી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને મદદ મળી હતી.


૧૯ મી સદીના મઘ્યભાગમાં રેલવેનો વિકાસ થવાથી ક્રિકેટનો ફેલાવો ઝડપથી થયો હતો.૧૮૮૯માં ચાર બોલ ફેંકાય ત્યારે એક ઓવર હતી. આ પ્રથા વર્ષો સુધી ચાલી છેવટે ઇસ ૧૯૦૦માં પ્રતિ ઓવર ૫ બોલ કરવામાં આવી હતી. જયારે ૧૯૨૨માં ઓસ્ટ્રેલિયામાં રમાતા ક્રિકેટમાં ઓવરનું ઠેકાણું ન હતું. કયારેક ૬ તો કયારેક ૮ બોલે એક ઓવર થતી હતી.પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્રિકેટની રમતની લોકપ્રિયતા ઓછી થઇ હતી. ૧૯૪૭માં ક્રિકેટમાં એક ઓવર ૬ બોલની હોય તેવું નકકી કરવામાં આવ્યું હતું. ઇસ ૨૦૦૦માં તેનો લો ઘડીને અમલ પણ શરૃ કરી દેવામાં આવ્યો છે.અમરિકામાં ક્રિકેટની રમત આજે પણ લોકપ્રિય નથી થઇ તેનું કારણ એ છે કે ક્રિકેટના ઘટકોને જ મળતી આવતી બેઝબોલની રમત ઘણી જ લોકપ્રિય બની છે પરંતુ સિવીલ વોર પહેલા અમેરિકામાં પણ ક્રિકેટ સારા એવા પ્રમાણમાં રમાતી હતી.  (તસ્વીર પ્રતિકાત્મક) 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IgqSIq
via Latest Gujarati News