આજની દોડધામવાળી લાઈફમાં માણસ એટલો બિઝી થઇ ગયો છે કે આખો દિવસ કામ કરવા છતાં એના કામ પૂરાં નથી થતાં. ઘણાં લોકોએ તો મોડી રાત સુધી કામ કરવું પડે છે. વૈજ્ઞાનિકોએ આવી લાઈફ જીવનારાઓને ખાસ ચેતવણી આપી છે.

એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એ વાતનો ખુલાસો કર્યો છે કે છે.જે લોકો ૬ કલાકથી ઓછી ઉંઘ લેતા હોય એમને હૃદયરોગનું જોખમ વધારે રહે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હૃદયરોગનું જોખમ આ લોકોને ૩૫ ટકા વધારે હોય છે.
એક અન્ય રિપોર્ટમાં સાયન્ટિસ્ટોએ કહ્યું છે કે અપૂરતી ઉંઘથી બીમારીઓની અસર નથી વધતી પણ વ્યક્તિના કામ પર એની અસર થાય છે. સાથે જ ઓછી ઉંઘ લેવાથી એથરોસ્ક્લરોસિસનું જોખમ પણ વધે છે. આ એ રોગ છે જેમાં ધમનીઓમાં પ્લાક જમા થવા લાગવાથી તે સાંકડી અને કઠોર થઇ જાય છે. મડ્રિડમાં સ્પૈનિશ નેશનલ સેન્ટર ફોર કાર્ડિયોવસક્યુલ રિસર્ચના નેતૃત્વવાળી ટીમનું કહેવું છે કે શોધના પરિણામો કહે છે કે ઉંઘની પેટર્નને બદલવી એ હૃદયરોગના એક સસ્તો અને ઝડપી ઇલાજ સાબિત થઇ શકે છે. આવી અસર ઘણી દવાઓથી પણ નથી થતી.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં ચાર હજાર બેન્ક કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૪૬ વર્ષની સરેરાશ ઉંમરના લોકોને પણ હૃદયરોગ નહોતો. એમને પૂછતાં જાણવા મળ્યું કે એ લોકો પૂરતી ઉંઘ લેતાં હતા. જે લોકો સરખી ઉંઘ નહોતા લેતાં તેમનામાં આ જોખમ ૨૭ ટકા વધારે જોવા મળ્યું હતું.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QDm83c
via Latest Gujarati News
0 Comments