રામ મંદિરનું નિર્માણ 2024માં શરૂ થશે, કાશ્મીરમાંથી કલમ 370 હટશે: રામવિલાસ વેદાંતી

અયોધ્યા, તા. 3 જૂન 2019 સોમવાર

અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણને લઈને સંતોની મહત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠક પહેલા રામ મંદિર નિર્માણને રામ જન્મભૂમિ ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય રામ વિલાસ વેદાંતીએ મોટુ નિવેદન આપ્યુ છે. વેદાંતીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પ્રક્રિયા પર કામ કરવાનું કેન્દ્ર સરકાર ચોથા તબક્કામાં 2024માં શરૂ કરશે. 

રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળ્યા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરથી કલમ 370 ખતમ કરશે. બીજા તબક્કામાં કલમ 35A સમાપ્ત કરશે અને ત્રીજા તબક્કામાં ગેર કાયદેસર જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને પાછી આપશે. વેદાંતી અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહેલા જ જમીન પાછી કરવા સંબંધી અરજી દાખલ કરી છે. વેદાંતીએ દાવો કર્યો કે જમીન મળ્યા બાદ ચોથા તબક્કામાં 2024માં કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણની પ્રક્રિયા પર કામ કરવાનું શરૂ કરશે. 

અયોધ્યાના મણિરામ દાસ છાવણીમાં આયોજિત રામ મંદિરને લઈને શ્રી રામ જન્મભૂમિ ન્યાસની બેઠક આજે થવા જઈ રહી છે. આ બેઠકમાં વિહિપ અને સંઘના પદાધિકારી સામેલ થશે. ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં બપોરે 3 વાગે બેઠક શરૂ થશે. આ બેઠકમાં રામ મંદિરની સાથે-સાથે કલમ 370 અને જનસંખ્યા નિયંત્રણ કાનૂનને લઈને પણ ચર્ચા થશે.  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QHlLoj
via Latest Gujarati News

Post a Comment

0 Comments