ફોરેન ફંડોના ઓફલોડિંગે સપ્તાહના અંતે તેજીના વળતાં પાણી : સેન્સેક્સ 407 પોઈન્ટ તૂટીને 39194


- નિફટી સ્પોટ ૧૦૮ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪ : ઓટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઓઈલ, બેંકિંગ, પાવર શેરોમાં પ્રોફિટ બુકિંગ : FIIની કેશમાં રૂ.૭૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૪૪૫ કરોડની ચોખ્ખી ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,શુક્રવાર

ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૬૦૧.૬૩ સામે ૩૯૬૦૮.૨૫ મથાળે ખુલીને આરંભમાં ૩૯૬૧૭.૯૫ સુધી ગયો હતો. જે વધ્યામથાળેથી નરમાઈ તરફી થઈ જઈ ફરી બેંકિંગ શેરોમાં યશ બેંક પાછળ ફંડોની એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સાથે ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો તેમ જ ફાર્મા શેરોમાં સન ફાર્મા સહિતમાં વેચવાલી થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં વેચવાલીએ એક તબક્કે નીચામાં ૩૯૧૨૧.૩૦ સુધી આવી જઈ અંતે ૪૦૭.૧૪ પોઈન્ટ ઘટીને ૩૯૧૯૪.૪૯ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧૮૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૧૧૭૦૫ સુધી આવી અંતે ૧૦૮ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૮૩૧.૭૫ સામે ૧૧૮૨૭.૬૦ મથાળે ખુલીને આરંભમાં સાધારણ મજબૂતીમાં ૧૧૮૨૭.૯૫ થઈ ફંડોની યશ બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક બેંક, બજાજ ફાઈનાન્સ સાથે ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો સાથે આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી તેમ જ ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વેચવાલી અને કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ શેરો અને ફાર્મા શેરોમાં સન ફાર્મા, સિપ્લા સાથે એફએમસીજી શેરો આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૭૦૫.૧૦ સુધી ઘટી અંતે ૧૦૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪.૧૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧૭૦૦નો પુટ ૩૨.૫૫ થી વધીને ૫૫.૯૫ : નિફટી ૧૧,૮૦૦નો કોલ ૧૦૨.૯૫ થી તૂટીને ૫૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફરી કડાકો બોલાવી  ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૫૧,૯૬૦ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૦૧૭.૭૬ કરોડના કામકાજે ૩૨.૫૫ સામે ૩૧.૦૫  મથાળે ખુલીને ઉપરમાં ૭૪.૪૫ સુધી જઈ અંતે ૫૫.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૩,૪૨,૬૧૦ કોન્ટ્રેકટસમાં રૂ.૩૦,૪૯૧.૦૧ કરોડના કામકાજે ૧૦૨.૯૫ સામે ૧૦૯.૮૦ મથાળે ખુલીને નીચામાં ૪૪.૨૫ સુધી પટકાઈ અંતે ૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૩,૦૬,૯૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૨૭,૪૬૩.૯૯ કરોડના કામકાજે ૫૦.૭૦ સામે ૪૮ મથાળે ખુલીને ઉપરમાં ૫૧.૬૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૧૮.૩૫ સુધી પટકાઈ અંતે ૨૦.૦૫ રહ્યો હતો.  નિફટી ૧૧,૮૦૦નો પુટ ૨,૮૮,૨૧૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૬૯૨.૩૨કરોડના કામકાજે ૫૭.૫૦ સામે ૫૭ મથાળે ખુલીને ઉપરમાં ૧૧૯ થઈ અંતે ૯૭.૯૫ રહ્યો હતો.

જૂન નિફટી ફયુચર ૧૧,૮૪૯ થી ઘટીને ૧૧,૭૫૪ : બેંક નિફટી ફયુચર ૩૦,૭૬૮ થી ઘટીને ૩૦,૬૬૦

નિફટી જૂન ફયુચર ૧,૨૧,૯૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૭૭૮.૦૯ કરોડના કામકાજે ૧૧,૮૪૯.૪૫ સામે ૧૧,૮૩૯.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૪૨.૬૦ થઈ ઘટીને ૧૧,૭૨૬.૪૦ સુધી આવી અંતે ૧૧,૭૫૪.૫૦ રહ્યો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૧,૩૨,૩૯૬ કોન્ટ્રેકટસમાં રૂ.૮૧૧૨.૩૯ કરોડના કામકાજે ૩૦,૭૬૮.૦૫ સામે ૩૦,૬૯૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૭૯૯.૯૦ થઈ ઘટીને ૩૦,૫૧૫ સુધી આવી અંતે ૩૦,૬૬૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૨,૪૬,૫૯૦ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૨૧૫.૧૬ કરોડના કામકાજે ૨૧.૫૦ સામે ૨૦.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૨.૧૫ થઈ ઘટીને ૭.૦૫ સુધી આવી અંતે ૭.૨૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૪૭,૨૪૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૭૧૫.૨૮ કરોડના કામકાજે ૧૦.૨૫ સામે ૧૦ મથાળે ખુલીને નીચામાં ૮.૮૫ થઈ વધીને ૧૯.૯૦ સુધી જઈ અંતે ૧૫.૩૫ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફરી રિવર્સ ગીયરમાં : મારૂતી રૂ.૨૨૫ તૂટીને રૂ.૬૪૧૨ : હીરો, ટીવીએસ, અશોક લેલેન્ડ, એકસાઈડ ઘટયા

ઈરાન-અમેરિકા વચ્ચે તનાવના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત થતાં ફરી પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારાની શકયતા વચ્ચે ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ફંડોએ ઓફલોડિંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૭.૧૨ પોઈન્ટ ઘટીને ૧૭૭૪૮.૩૬ બંધ રહ્યો હતો. મારૂતી સુઝુકી રૂ.૨૨૪.૭૫ તૂટીને રૂ.૬૪૧૨.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૫૭.૯૦ ઘટીને રૂ.૨૬૦૫.૫૦, ટીવીએસ મોટર રૂ.૬.૬૫ ઘટીને રૂ.૪૫૨, અશોક લેલેન્ડ રૂ.૧.૨૫ ઘટીને રૂ.૮૬.૪૫, એકસાઈડ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૨૦૨.૨૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૭૪૫.૩૦, મધરસન સુમી રૂ.૧.૨૫ ઘટીને રૂ.૧૨૬.૫૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૬.૩૦ ઘટીને રૂ.૭૪૦.૧૫, બજાજ ઓટો રૂ.૨૨.૪૫ ઘટીને રૂ.૨૮૭૩.૧૫, બોશ રૂ.૧૨૪.૫૫ ઘટીને રૂ.૧૬,૪૮૦.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૨૭.૨૫ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નરમાઈ : યશ બેંક, કોટક બેંક, ફેડરલ, આઈસીઆઈસીઆઈ, ઉજ્જિવન, ઈક્વિટાસ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ફરી વેચવાલી રહી હતી. યશ બેંક રૂ.૫ ઘટીને રૂ.૧૦૯.૫૫, કોટક બેંક રૂ.૨૭.૮૫ ઘટીને રૂ.૧૪૮૯.૮૦, ફેડરલ બેંક રૂ.૧.૨૫ ઘટીને રૂ.૧૦૨.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૪૩૦.૮૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૨૪૧૫.૩૫, ઉજ્જિવન રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૨૯૭.૪૦, ઈક્વિટાસ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૧૨૭, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૧૩૧.૪૦, ચૌલા ફિન રૂ.૭.૫૦ ઘટીને રૂ.૨૭૫.૬૫, એચડીએફસી લિમિટેડ રૂ.૫૭.૮૫ ઘટીને રૂ.૨૧૪૦.૯૦, રિલાયન્સ હોમ ફાઈનાન્સ ૨૫ પૈસા ઘટીને રૂ.૧૧.૧૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૮.૭૫ ઘટીને રૂ.૩૯૪.૩૦, આરબીએલ બેંક રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૬૧૨.૩૦, ઈન્ડિયન બેંક રૂ.૩.૨૦ ઘટીને રૂ.૨૬૦.૯૦, કેનફિન હોમ રૂ.૬.૪૦ ઘીટને રૂ.૩૪૮.૬૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૫૩૬.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૮.૫૫ પોઈન્ટ ઘટીને ૩૪૪૫૮.૯૧ બંધ રહ્યો હતો.

ચોમાસું  લંબાતા એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, મેક્લિઓડ રસેલ, ઈમામી, એડીએફ ફુડ્સ ઘટયા

ચોમાસું લંબાતાં ફરી એફએમસીજી શેરોમાં ફંડોની વ્યાપક વેચવાલી નીકળી હતી. ઈમામી રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૨૮૯.૨૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટસ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૧૬૫.૨૦, મેકિલઓડ રસેલ રૂ.૧૭.૧૦,  એડીએફ ફુડ્સ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૨૬૯.૮૦, સીસીએલ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૨૪૯.૦૫, હેરીટેજ ફુડ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૪૦૪.૫૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૧૭૬૮.૭૦, ગ્લેક્સો કન્ઝયુમર રૂ.૧૨૨.૧૫ ઘટીને રૂ.૭૫૮૬.૮૦, ડીસીએમ શ્રીરામ રૂ.૩ ઘટીને રૂ.૧૭૪.૪૦, બલરામપુર ચીની રૂ.૧.૭૦ ઘટીને રૂ.૧૩૯.૮૦, આઈટીસી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૭૪.૨૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૨૨.૩૫ ઘટીને રૂ.૧૧,૫૯૬, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૫૦૮.૬૦, બ્રિટાનીયા રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૮૩૦.૨૦, એટીએફએલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૪૯૭.૭૦ રહ્યા હતા. 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં નરમાઈ : ગ્રેફાઈટ, સિમેન્સ, સીજી પાવર, લાર્સન, થર્મેક્સ, સોલાર ઈન્ડ., લક્ષ્મી મશીન વર્કસ ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક વેચવાલી કરી હતી. ગ્રેફાઈટ ઈન્ડિયા રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૩૪૦.૫૫, સિમેન્સ રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૧૨૪૧.૦૫, સીજી પાવર રૂ.૨૮.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૧૫૪૦, થર્મેક્સ રૂ.૧૧ ઘટીને રૂ.૧૦૫૨.૮૫, સોલાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૧૧૫૫.૬૦, કલ્તપરૂ પાવર રૂ.૪.૦૫ ઘટીને રૂ.૫૧૦.૪૦, કેઈસી રૂ.૩.૦૫ ઘટીને રૂ.૩૧૭.૬૫ રહ્યા હતા. 

જેટ એરવેઝ એનસીએલટીમાં જતાં શેર રૂ.૮ વધીને રૂ.૭૨.૪૫ : ડાઈકાફિલ કેમિકલ્સ, હોટલ લીલા, પીસી જવેલર વધ્યા

જેટ એરવેઝને ધિરાણદારોએ એનસીએલટીમાં લઈ જતાં સતત બીજા દિવસે શેરમાં લેવાલીએ રૂ.૮.૪૫ વધીને રૂ.૭૨.૪૫ રહ્યો હતો. અન્ય પ્રમુખ વધનાર શેરોમાં હોટલ લીલા રૂ.૧.૫૧ વધીને રૂ.૯.૦૭, ડાઈકાફિલ કેમિકલ્સ રૂ.૪.૫૫ વદીને રૂ.૨૭.૪૦, તલવલકર્સ રૂ.૭.૫૫ વધીને રૂ.૫૬.૭૦, ટીબીઝેડ રૂ.૪.૫૦ વધીને રૂ.૪૫.૫૫, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૨૯૨.૬૦ વધીને રૂ.૬૭૯૬.૩૫, જે એન્ડ કે બેંક રૂ.૩.૪૫ વધીને રૂ.૪૧.૪૦, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૫.૭૫ વધીને રૂ.૬૩.૫૦, પીસી જવેલર રૂ.૨.૯૦ વધીને રૂ.૫૨, હેક્ઝાવેર રૂ.૩૭.૬૫ વધીને રૂ.૪૧૭.૫૦, એચઈજી રૂ.૮૭.૩૦ વધીને રૂ.૧૩૪૭.૨૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં  ફરી વ્યાપક વેચવાલી : ૨૨૬ શેરોમાં મંદીની સર્કિટ : ૧૨૯૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સપ્તાહના અંતે ફરી ફંડો, ખેલંદાઓની વ્યાપક વેચવાલી થતાં  માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૫ અને વધનારની સંખ્યા ૧૧૮૫ રહી હતી. ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

એફઆઈઆઈની કેશમાં રૂ.૭૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી : ડીઆઈઆઈની કેશમાં રૂ.૪૪૫ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૭૩૦.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૧૦૫.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૩૫.૬૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૪૫.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૩૨૭.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૮૮૧.૩૧ કરોડની વેચવાલી કરી હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૫૯.૬૧ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૮.૯૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KwXt05
via Latest Gujarati News

Post a Comment

0 Comments