
- એલચી, કોટનમાં સુધારાનો સંચાર સીપીઓ, મેન્થા તેલ ઢીલાં: કોમડેક્સ ૫.૯૫ પોઈન્ટ વધીને ૩૬૭૦.૧૧ના સ્તરે
મુંબઈ: તા. 21 જૂન 2019, શુક્રવાર
વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં ૩૬૨૬૩૩ સોદામાં રૂ.૧૯૫૮૦.૮૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો રૂ.૧૮૯૭૩.૯૩ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૬૦૬.૮૯ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનું વધવા સામે ચાંદી ઘટી હતી. તમામ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. એનર્જીમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં એલચી અને કોટનના વાયદા સુધર્યા હતા, જ્યારે સીપીઓ અને મેન્થા તેલ ઢીલાં બંધ થયાં હતાં. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૩૬૭૦.૧૧ થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૯૪૭૨ સોદાઓમાં રૂ.૯૧૭૮.૩૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૦૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૪૬૮ અને નીચામાં રૂ.૩૩૯૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૧ વધીને રૂ.૩૪૧૪૭ બંધ રહ્યો હતો.
ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૨૭૦૦૦ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૩૩૬૪ થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૮ વધીને બંધમાં રૂ.૩૩૯૪૬ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૫૯૦ અને નીચામાં રૂ.૩૭૭૨૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૪ ઘટીને રૂ.૩૭૯૯૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ.૩૬૩ ઘટીને રૂ.૩૮૦૦૬ અને ચાંદી-માઈક્રો જૂન રૂ.૩૬૧ ઘટીને રૂ.૩૮૦૧૦ બંધ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં ૬૭૦૪૮ સોદાઓમાં કુલ રૂ.૩૧૮૧.૦૪ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૩૫ પૈસા ઘટીને રૂ.૧૪૧.૮ અને તાંબુ જૂન ૮૦ પૈસા ઘટીને રૂ.૪૧૬ થયા હતા, જ્યારે સીસું જૂન ૫૫ પૈસા ઘટીને રૂ.૧૫૪.૧૫ તથા નિકલ જૂન રૂ.૭.૫ ઘટીને પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯૩.૮ બંધ રહ્યા હતા.
જસત જૂન રૂ.૧ ઘટીને બંધમાં રૂ.૨૦૩.૦૫ ના ભાવ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૭૯૦૪૬ સોદાઓમાં રૂ.૬૩૧૨.૪૫ કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૦૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૦૫૦ અને નીચામાં રૂ.૩૯૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩ વધીને રૂ.૪૦૩૦ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૨ વધીને બંધમાં રૂ.૧૫૩.૮ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૪૦૬૦ સોદાઓમાં કુલ રૂ.૩૦૨.૧૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જૂન વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૨૩૦ અને નીચામાં રૂ.૨૨૦૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ વધીને રૂ.૨૨૧૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૫૧૩.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૬ ઘટીને બંધમાં રૂ.૫૧૧.૬ ના ભાવ હતા, જ્યારે એલચી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૨૮૫૬.૮ ખૂલી, અંતે રૂ.૧૧૦.૯ વધીને રૂ.૨૮૮૪.૫ થયો હતો. મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.૧૨૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૯૦ અને નીચામાં રૂ.૧૨૫૨.૨ રહી, અંતે રૂ.૧૨૫૯.૪ બંધ રહ્યો હતો.
કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૫.૯૫ પોઈન્ટ વધીને ૩૬૭૦.૧૧ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૦.૪૮ પોઈન્ટ ઘટીને ૫૩૩૧.૮૬ , એનર્જી ઈન્ડેક્સ ૩૧.૨૮ પોઈન્ટ વધીને ૨૭૬૩.૭૮ અને એગ્રી ઈન્ડેક્સ ૧૮.૬૭ પોઈન્ટ ઘટીને ૨૮૮૫.૨૯ બંધ રહ્યા હતા.
વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૫૫૯૧ સોદાઓમાં કુલ રૂ.૬૦૪૦.૯૬ કરોડ ની કીમતનાં ૧૭૬૭૯.૫૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૩૮૮૧ સોદાઓમાં કુલ રૂ.૩૧૩૭.૩૬ કરોડ ની કીમતનાં ૮૨૦.૯૪ ટન, એલ્યુમિનિયમમાં ૪૧૮૮ સોદાઓમાં રૂ.૧૮૨.૯૬ કરોડનાં ૧૨૮૩૪ ટન, તાંબામાં ૨૦૭૦૧ સોદાઓમાં રૂ.૭૬૦.૧૫ કરોડનાં ૯૩૪૭૬૯.૫ ટન, સીસામાં ૧૦૦૮૪ સોદાઓમાં રૂ.૫૧૧.૮૯ કરોડનાં ૩૩૧૫૩ ટન, નિકલમાં ૧૩૫૬૧ સોદાઓમાં રૂ.૪૨૯.૪૯ કરોડનાં ૪૮૧૪.૨૫ ટન, જસતમાં ૧૮૫૧૪ સોદાઓમાં રૂ.૧૨૯૬.૫૬ કરોડનાં ૬૩૮૬૫ ટન, ક્રૂડ તેલમાં ૧૬૭૮૫૫ સોદાઓમાં રૂ.૬૦૦૪.૯૧ કરોડનાં ૧૫૦૦૭૬૪૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧૧૧૯૧ સોદાઓમાં રૂ.૩૦૭.૫૪ કરોડનાં ૨૦૦૦૨૫૦૦ એમએમબીટીયૂ, કોટનમાં ૧૪૮૮ સોદાઓમાં રૂ.૧૩૮.૬૯ કરોડનાં ૬૩૫૭૫ ગાંસડી, સીપીઓમાં ૮૨૪ સોદાઓમાં રૂ.૬૯.૦૧ કરોડનાં ૧૩૪૨૦ ટન, એલચીમાં ૮૬ સોદાઓમાં રૂ.૨.૨૬ કરોડનાં ૯.૧ ટન અને મેન્થા તેલમાં ૧૬૬૨ સોદાઓમાં રૂ.૯૨.૧૬ કરોડનાં ૭૨૨.૧૬ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૪૩૪૯.૬૮૩ કિલો, ચાંદીના વાયદાઓમાં ૭૪૯.૪૮૧ ટન, એલ્યુમિનિયમમાં ૨૪૩૪૩ ટન, તાંબામાં ૧૬૦૧૩૫૯.૭૫ ટન, સીસામાં ૧૮૬૧૭ ટન, નિકલમાં ૨૪૩૩.૭૫ ટન, જસતમાં ૩૮૯૪૬ ટન, ક્રૂડ તેલમાં ૨૩૮૭૪.૫ બેરલ્સ, નેચરલ ગેસમાં ૨૩૧૧૬૨.૫ એમએમબીટીયૂ, કોટનમાં ૪૪૦૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૬૮૩૭૦ ટન, એલચીમાં ૨૯.૩ ટન અને મેન્થા તેલમાં ૩૧૪.૬૪ ટનના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ.૬૦૬.૮૯ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૧૦.૧૮ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૪૯.૫૦ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૫૦.૫૦ ટકાનો હતો.
સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૫૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૭.૫ અને નીચામાં રૂ.૬૯૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૯૯.૫ અને નીચામાં રૂ.૪૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૫.૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૫ અને નીચામાં રૂ.૧૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૧ અને નીચામાં રૂ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૬ બંધ રહ્યો હતો.
તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૨૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨.૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૨.૬૫ અને નીચામાં રૂ.૧.૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૯૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૧૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧.૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૧.૨ અને નીચામાં રૂ.૧.૦૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૧૪ બંધ રહ્યો હતો.
જસતનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૦૭.૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧.૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૧.૯૫ અને નીચામાં રૂ.૧.૯૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૯૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૧૯૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧.૫૯ ખૂલી, ઊપરમાં રૂ.૧.૫૯ અને નીચામાં રૂ.૧.૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૪૨ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૦ અને નીચામાં રૂ.૧૪૮.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૩.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જુલાઈ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯.૬ અને નીચામાં રૂ.૧૦૫.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨.૩ બંધ રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXYoU7
via Latest Gujarati News
0 Comments