
- મલેશિયાએ પામતેલની નિકાસ પરનો ટેક્સ શૂન્ય સ્તરે જાળવી રાખ્યો
- સાઉથ અમેરિકાથી ભારત તરફ સોયાતેલની નિકાસમાં વૃદ્ધી નોંધાઈ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલમાં ઉંચા મથાળે હવામાન નરમ હતું. મથકોના સમાચાર ઉંધા મથાલે ધીમો ઘટાડો બતાવતા હતા. દરમિયાન વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. મલેશિયા બાજુ આજે પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૬,૫ તથા ૨ પોઈન્ટ નરમ હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ગબડયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૨થી ૨૩ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભવા સાંજે બે પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાંના ઓવરનાઈટ સમાચાર સોયાબીન વાયદામાં જોકે ૧૨૦થી ૧૨૨ પોઈન્ટનો ઉછાળો બતાવી રહ્યા હતા.
સોયાખોળનો વાયદો ૬૦થી ૬૧ પોઈન્ટ ઉંચકાયો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૨૧૭, ૧૪૩ તથા ૧૨૦ પોઈન્ટ ઉછળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૫૮૨ વાળા રૂ.૫૮૧ જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૫૭૮ હતા. નવી માંગ પાંખી હતી, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૦થી ૫૧૨ના મથાળેનરમ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વાયદા બજારમાં આજે ભાવ આરંભમાં ઉંચા રહ્યા પછી આજે નીચા ઉતર્યા હતા.
આજે સાંજે વાયદા બજારમાં ભાવ સીપીઓ જુલાઈ વાયદાના ૫૧૩.૬૦ તથા સોયાતેલના વાયદાના ભાવ ૭૩૯.૫૦ હતા. જ્યારે એરંડા જુલાઈ વાયદાના ભાવ સાંજે રૂ.૩૮ ઘટી રૂ.૫૪૫૮ હતા. સીપીઓ વાયદાના ભાવ તતા સોયાતેલ વાયદાના ભાવ રૂ.૨.૯૦થી ૪.૦૦ માઈનસમાં રહ્યા હતા.
અમેરિકા શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેકશનમાં સોયાખોળ તથા સોયાબીનના ભાવ વાયદામાં નરમ ચાલી રહ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદાના ભાવ પ્રોજેકશનમાં સાંજે જોકે પ્લસમાં હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૯૦ હતા. રાજકોટ બાજુ ભાવ રૂ.૨૫ ઘટી રૂ.૧૦૨૫થી ૧૦૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૦ ઘટી રૂ.૧૬૬૦થી ૧૬૮૦ રહ્યા હતા.
કોટન વોશ્ડના ભાવ રૂ.૭૨૮થી ૭૩૦ તથા મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૬૬ હતા. મગફળીની આવકો સવારે ગોંડલ બાજુ ૩ હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૩ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૦૩૫થી ૧૧૦૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં સોયાતેલના હાજર ભાવ ડિગમના રૂ.૭૦૨ તથા રિફા.ના રૂ.૭૪૫ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૩૨ તથા રિફા.ના રૂ.૭૬૮ બોલાયા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ વાળા ૭૮૫ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૭૦ હતા. મુંબઈ દિવેલ હાજર તથા એરંડાના હાજર ભાવ આજે સાંકડી વધઘટે શાંત હતા.
મુંબઈ ખોળ બજારમાં ભાવ ટકેલા રહ્યા હતા.દરમિયાન સાઉથ અમેરિકા ખાતેથી ભરાત તરફ સોયાતેલની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી છે. ત્યાંથી નિકાસની આવી રવાનગી મે તથા જૂન શિપમેન્ટમાં વધી આશરે ૧૦ લાખ ૭૫ હજાર ટન થઈ છે ભારતમાં આવી આયાત જૂનથી ઓગસ્ટમાં ૮ લાખ ૩૦ હજાર ટન થવાનો અંદાજો જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર વિષયક મિટિંગ ફરી શરૂ થશે એવાં એંધાણ મળી રહ્યા હતા. મલેશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાં સરકારે ક્રૂડ પામ ઓઈલની નિકાસ પરનો ટેક્સ જુલાઈ માટે ઝીરો ટકો રાખવાનો નિર્ણય કરાયાના વાવડ હતા. ત્યાં સપ્ટેમ્બર ૨૦૧૮થી આવો નિકાસ ટેક્સ ઝીરોના સ્તરે રહ્યો છે.
દરમિયાન, વિશ્વ બજારમાં સનફલાવરના કાચા તેલના ભાવ ઉછળી સીઆઈએફ ધોરણે જૂનથી ઓગસ્ટના ૭૬૫ ડોલર તથા ઓકટોબરથી ડિસેમ્બરના ૭૪૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન ૧થી ૨૦ જૂનમાં આશરે ૧૫થી ૧૬ ટકા ઘટયા હતા. પામતેલની કુલ નિકાસ આ ગાળામાં આશરે ૯.૫૦ ટકા ઘટી ૮૯૭૯૩૬ ટન થયાના સમાચાર હતા ત્યાંથી ભારત તરફ આવી નિકાસ ૨૫૮૯૬૬ ટનથી ઘટી ૨૪૭૩૩૪ ટન થઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IxqmHb
via Latest Gujarati News
0 Comments