
પટણા, તા. 14 જૂન, 2019, શુક્રવાર
રાજ્યના બાળકો મગજના તાવનો ભોગ બની રહ્યા છે. મુઝફફરપરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ આઠ બાળકોના મોત થતાં મરનાર બાળકોની સંખ્યા ૬૩ પર પહોંચી હતી. મુઝફફરપુર સિવિલ હોસ્પિટલના વડા એ કહ્યું હતું કે મુઝફફરપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ગરમી પડતાં બાળકો તેના ભોગ બની રહ્યા છે. તેઓ એક્યુટ ઇન્સેફલાઇટ સિન્ડ્રોમના ભોગ બન્યા હતા. જો કે સરકાર મોત માટે મગજના તાવને કારણ માનતી નથી.
સરકાર કહે છે કે મોતનું કારણ હાઇપોગ્લામેસિયા છે એટલે કે લોહીમાં શુગરની માત્રામાં ઘટાડો. જ્યારે નિષ્ણાંતો કહે છે કે હાઇપોગ્લામેસિયા આ બિમારીનો એક ભાગ છે.આના કારણે રાજય સરકાર અને કેન્દ્ર એમ બંનેની સ્થિતિ ખરાબ બની છે. સ્થિતિની સમીક્ષા કરવા દિલ્હીથી એક ટીમ આવી હતી જે પટણા પરત ગઇ હતી અને હવે પોતાનો રિપોર્ટ સુપ્રત કરશે. રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોગ્ય ખાતાને તમામ ઘટતું કરવા સુચના આપી હતી.
પહેલી જૂનથી પટણાની બે હોસ્પિટલોમાં ૨૨૨ બાળકોને દાખલ કરાયા હતા.મોટા ભાગના હાઇપોગ્લામેસિયાના ભોગ બન્યા હતા. ટણાની બે હોસ્પિટલોમાં દાખલ કરાયેલા બે બાળકોની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાનું સત્તાવાળાઓએ કહ્યું હતું. ડોકટરો અને અધિકારીઓ સાથે બેઠક કરનાર આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે છ વધુ એમ્બ્યુલેન્સ તૈનાત કરવામાં આવશે. ટુંક સમયમાં એક સો પથારીનો નવો વોર્ડ પણ કાર્યરત કરવાની તેમણે જાહેરાત કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wTYmqv
via Latest Gujarati News
0 Comments