
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 જૂન, 2019, શુક્રવાર
રિપોર્ટ અનુસાર જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન એકબીજાને ડેટ કરીરહ્યા છે. બન્નેના સંબંધની ચર્ચા ત્યારથી થવા લાગી છે, જ્યારથી જસપ્રીત બુમરાએ અનુપમાને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું.
અનુપમાને આ બાબતે પુછતાં તેણે હસતાં હસતાં જણાવ્યુ ંહતુ ંકે, ''અમેે બન્ને માત્ર સારા મિત્રો છીએ અને આવા સંબંધો સામાન્ય છે. ''
અમુપમાએ ૨૦૧૫માં મલાયલમ ફિલ્મ 'પ્રેમમ' થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. આ બાદ તેણે ૨૦૧૬માં તેલેગુ ઉદ્યોગમાં ડેબ્યુ કર્યું. હાલ તે આસિટન્ટ ડાયરેકટર તરીકે એક પ્રોજકશન હાઉસ સાથે કામ કરી રહી છે.
આ પહેલા જસપ્રીત બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે જોડાયું હતું. બન્ને રિલેશનશિપમાં હોવાની વાતો થતી હતી. રાશિએ આ બાબતે એટલું જ કહ્યું હતું કે, બુમરાહ બહુ સારો ખેલાડી છે. આનાથી વધુ હું તેના વિશે કાંઇ જાણતી નથી.
આ પ્રથમ વખત નથી કે ક્રિકેટરોના નામ અભિનેત્રીઓ સાથે જોડાયા હોય. ભૂતકાળમાં પણ ઘણા ક્રિકેટરો અને અભિનેત્રીઓના ગાઢ સંબંધો રહ્યા છે. જેમાંના અમુક લગ્નમાં પણ પરિણમ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RhWTUq
via Latest Gujarati News
0 Comments