
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૧૪
બોલીવૂડના મિ.પફેકનિસ્ટ તરીકેઓળખાતો આમિર ખાન હાલ પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માટે ચર્ચામાં છે. આ ફિલ્મની ઘોષણા આમિરે પોતાના જન્મદિને કરી હતી. આ ફિલ્મ ટોમ હેક્સની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રિમેક છે.
આમિર ખાન ઇચ્છે છે કે, આ ફિલ્મમાં તેની અને કરીના કપૂરની જોડી બને. આ એક એવી ફિલ્મ છે જેમાં બે પાત્રો વચ્ચેની કેમેસ્ટ્રી મહત્વની છે. આમિર અને કરીનાએ ભૂતકાળમાં સાથે કામ કર્યું છે, તેથી આ ફિલ્મના અભિનેત્રીના પાત્ર માટે આમિરને કરીના યોગ્ય લાગે છે. જોકે કરીનાએ હજી આ ફિલ્મ માટે હા પાડી નથી. હાલ કરીના 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મનું લંડનમાં શૂટિંગ કરી રહી છે. આ બાદ તે ટચૂકડા પડદાના એક રિયાલિટી શોના નિર્ણાયક તરીકે જોવા મળવાની છે. કરીના આ બે પ્રોજેક્ટ બાદ જ નિર્ણય લે તેવી શક્યતા છે. કરીનાએ ધર્મા પ્રોડકશનની મલ્ટીસ્ટારર ફિલ્મ પણ સાઇન કરી છે.
કરીનાએ હાલ જ અક્ષય કુમાર સાથેની 'ગુડન્યુઝ' ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KlnaQW
via Latest Gujarati News
0 Comments