અમિતાભ બચ્ચને ખેડૂતો બાદ હવે પુલવામામાં શહીદ થયેલા 49 પરિવારોને આર્થિક સહાય કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૧૪ જૂન, 2019, શુક્રવાર

અમિતાભ બચ્ચને તાજેતરમાં બિહારના ૨૧૦૦ ખેડૂતોનું  દેવુ ભરપાઇ કર્યું હતું. હવે તેમણે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય કરી છે. તેમણે દરેક પરિવારને પાંચ લાખનો ચેક અર્પણ કર્યો  હતો. 

અમિતાભે પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૯ જવાનોના પરિવારોને મુંબઇ બોલાવ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તેમની સાથે તેમની પુત્રી શ્વેતા અને અભિષેક તેમજ પોલીસ અધિકારીઓ પણ સામેલ થયા હતા. 

અમિતાભે આ ફંકશનની તસવીરો પોતાના બ્લોગ પર મુકીને જાણકારી આપી હતી. તેણે શહીદોના પરિવારોની સ્થિતિનો ઉલ્લેખ કરતાં ટાંક્યુ હતું કે, ' તેઓ ઉદાસ  ભાસતા હતા. તેમના ચહેરા પર ઉદાસીનતા અને ગમગીની હતી. કોઇએ પતિ, પુત્ર ગુમાવ્યો છે. ઘણી મહિલાઓ પોતાના બાળક સાથેઆવી હતી, તો વળી કોઇતી સગર્ભા હતી. આ એ ૪૦ બહાદુર જવાનોનો પરિવાર છે, જેમણે પુલવામા આતંકી હુમલામાં પોતાની જાન ગુમાવી દીધી છે. ''

અમિતાભને આ શહીદોના પરિવારના નામ,એડ્રેસ  કઢાવતા થોડો સમય લાગ્યો હતો.પરંતુ તેઓ તેમાં સફળ રહ્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XJcheS
via Latest Gujarati News

Post a Comment

0 Comments