વાયુ વાવાઝોડાએ મુંબઇનું આકાશ સ્વચ્છ કરી નાખ્યું:હવાની ગુણવત્તા પણ સુધરી


મુંબઇ,તા. 14 જૂન 2019, શુક્રવાર

સમુદ્રી વાવાઝોડા વાયુની ભારે અસરને કારણે છેલ્લા ૪૮ કલાકથીમુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં હળવી વર્ષા થઇ રહી છે.વરસાદી વાતાવરણને કારણે મુંબઇનું આકાશ સ્વચ્છ થઇ ગયું છે.સાથોસાથ વાયુની અસરથી શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો હતો.તીવ્ર પવનને કારણે વાતાવરણમાંનું પ્રદૂષણ પણ સાફ થઇ ગયું છે.પરિણામે હવાની ગુણવત્તા પણ સુધરી હોવાની માહિતી  હવામાન ખાતાએ આપી હતી.

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે વરસાદ અને તીવ્ર પવનને કારણે વાતાવરણમાં તરતાં પ્રદૂષિત તત્વો અને રજકણોદૂર દૂર સુધી ઉડી ગયાં છે.સાથોસાથ સાફ પણ થઇ ગયાં છે.આમ વાયુને કારણે મુંબઇની હવાની ગુણવત્તા સુધરી છે.ગુરુવારેમુંબઇની હવાની ગુણવત્તાનો આંક ૩૭ હતો જે સ્વચ્છ હવાનો સંકેત ગણાય છે. 

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ગુરુવારે વાયુ સાયક્લોનગુજરાત-સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાથી થોડું ફંટાઇને ઓમાન તરફ જઇ રહ્યું હોવાના સંકેતો મળ્યા છે.આમ છતાં તેની  થોડી અસર હજી વરતાશે અને મુંબઇમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. વાયુને કારણે વાતાવરણમાં હજી થોડો ભેજ છે. સાથોસાથ પવન પણ ૧૫-૧૬ કિલોમીટર(પ્રતિ કલાક)ની ગતિએ ફૂંકાશે. 

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે વાયુ સાયક્લોનને કારણે ચોમાસાની કેરળથી આગળ વધવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે.સાથોસાથ સ્થાનિક પરિબળોને કારણે પણ ચોમાસુ કેરળથી આગળ વધી શક્યું નથી.હવે મુંબઇમાં મેઘરાજાની પધરામણી લગભગ ૧૭-૧૮ જૂને થાય તેવાં પરિબળો છે.                                        

સતત બીજા દિવસે વાયુને કારણે એરપોર્ટ પર અરાજકતા ૫૦૦થી અધિક ફ્લાઇટમાં વિલંબ

વાયુ ચક્રાવાતને કારણે ફૂંકાયેલા તીવ્ર પવનને કારણે મુંબઈના એરપોર્ટ પર કામગીરી સતત બીજે દિવસે ખોટવાયેલી રહી. વિન્ડ સોકની દિશાને કારણે અનેક ફ્લાઇટ પ્રમાણમાં ઓછા અસરકારક સેકન્ડરી રનવે પર ખસેડવી પડી હતી.

આને કારણે ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થયો હતો. મુંબઈથી ઉપડતી ૩૪૯ ફ્લાઈટ તથા મુંબઈ આવતી ૧૭૪ ફ્લાઇટના આવાગમનમાં ૩૦ મિનિટથી અધિક વિલંબ થયો હતો.

અધિકારીએ કહ્યું કે મજબૂત હેડવિન્ડને કારણે મુખ્ય રનવે જોખમી બની ગયો હતો. આ રનવેથી ફ્લાઇટ ટેક ઓફ કરવાનો પ્રયાસ કરે તો હવાનો અભૂતપૂર્વ અવરોધ સર્જાત જે બી-વ ન, બી-ટુ સ્પીડ દરમિયાન તથા થોડીક મિનિટો પછી એન્ગલ ઓફ એટેક દરમિયાન જોખમી બની રહેત.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IkzK0V
via Latest Gujarati News

Post a Comment

0 Comments