
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 જૂન 2019, ગુરુવાર
તનુશ્રી દત્તાઅને નાના પાટેકર કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં આ કેસમાં પોલીસે 'બી રિપોર્ટ' ફાઈલ કર્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ ત્યારે ફાઇલ કરવામાં આવે છે, જ્યારે પોલીસને ફરિયાદ વિરુદ્ધ કોઇ પુરાવા મળતા નથી હોતા. તનુશ્રીએ મુકેલા નાના પરના આરોપમાં પોલીસને કોઇ પુરાવા મળ્યા નથી. હવે પોલીસે આ કેસની તપાસને આગળ વધારવાની પણ ના પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ મુક્યો હતો. તેણે કહ્યું હતુ ંકે, ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર તેની સાથે છેડછાડ થઇ હતી. તેણે દસવરસ જુની આ ઘટનાને યાદ કરતાં કહ્યુ ંહકતું કે, '' નાના પાટેકર વિશે દરેક વ્યક્તિ જાણે છે. તેનો મહિલાઓ પ્રત્યે વર્તન અપમાનજનક રહ્યું છે. તેણે મહિલાઓ સાથે હંમેશાથી ક્રુર વ્યવહાર કર્યો છે. પરંતુ કોઇએ આ વાતને બહાર પાડી નથી.''
તેણે એમ પણ કહ્યું હતું કે, નાના સાથે અક્ષય અને રજનીકાન્ત જેવા ટોચના કલાકારોએ કામ કર્યું તેથી ખોટો સંદેશ ગયો છે. આવા અપરાધીઓ સાથે કામ કરવું ન જોઇએ. તે ગરીબોને મદદ કરે છે અને તેમને અનાજનું વિતરણ કરે છે એ વાતમાં કોઇ દમ નથી, આ તો એક માત્ર દેખાડો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wTp7vm
via Latest Gujarati News
0 Comments