
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 13 જૂન 2019, ગુરુવાર
તારા સુતરિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનયના વખાણ પણ થયા હતા. હવે તે આજની પેઢીમાં લોકપ્રિય થઇ ગઇ છે. આ ફિલ્મ બાદ તારાને ઘણી ફિલ્મોની ઓફર મળી રહી છે.
તારાએ તાજેતરમાં પોતાના બિઝનેસ મેનેજર સાથે અનીસ બઝમીની મુલાકાત લીધી હતી. ત્યારથી એવી ચર્ચા થઇ રહી છે કે,તે અનીસની 'આંખે ટુ'માં કામ કરવાની છે. અનીસ બઝમી હાલ આ ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. જોકે અનીસે આ ફિલમ માટે ઘણા એકટર્સ સાથે વાટાઘાટ કરી છે. કહેવાય છે કે અનીસની આ ફિલ્મમાં ઘણા સ્ટારકાસ્ટને સાઈન કરાશે.
આ પહેલા ફિલ્મસર્જકે જેકલિન ફર્નાન્ડિસ, સૈફ અલી ખાન, સની દેઓલ અને વિકી કૌશલ સાથે આ ફિલ્મ માટે વાટાઘાટ કરી છે. હવે એ જોવું રહ્યું કે, તારા આ મલ્ટી-સ્ટારર ફિલ્મનો હિસ્સો બને છે કે નહીં.
તારા હાલ મિલાપ ઝવેરીની ફિલ્મ 'મરઝાંવા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત તેને સાજિદ નડિયાદવાળાની ફિલ્મ 'આરએક્ષ ૧૦૦' ની રીમેક માટે સાઇન કરવામાં આવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XNNgiS
via Latest Gujarati News
0 Comments