
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 જૂન 2019, ગુરુવાર
દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફરી એક વખત રૂપેરી પડદે સાથે કામ કરતા જોવા મળશે. દીપિકાએ પતિ રણવીર સાથે કબીર ખાનના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ '૮૩'માં કામ કરવાની છે. આ ફિલ્મમાં તે પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે.નાની ભૂમિકા માટે ફિલ્મસર્જકે તેને રૂપિયા ૧૪ કરોડ જેવી ધરખમ ફી આપીને મનાવી લીધી છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, દીપિકા આ ફિલ્મમાં સાઇડ રોલ કરવા રાજી નહોતી. દીપિકાએ આ પૂર્વે ફિલ્મોમાં લાંબા અને મહત્વના તેમજ મુખ્ય રોલ કર્યા છે જ્યારે આ ફિલ્મમાં તેની ભૂમિકા બહુ ટૂંકી હશે.કહેવાય છે કે, દીપિકાને આ પાત્ર માટે રૂપિયા ૧૪ કરોડની ભારી-ભરખમ રકમ આપવામાં આવી ત્યારે અભિનેત્રી આ પાત્ર માટે તૈયાર થઇ.
દીપિકા અન ેરણવીરની જોડી ચોથી વખત રૂપેરી પડદે સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટને લગતી ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે દીપિકા કપિલની પત્ની રોમા ભાટિયાના રોલમાં જોવા મળશે. આ જોડીની આ પ્રથમ ફિલ્મ એવી હશે જેમાં ફિલ્મના અંતમાં તેમને મૃત્યુ પામતા જોવામાં નહીં આવે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ReMCIr
via Latest Gujarati News
0 Comments