
મુંબઈ, તા. 22 જૂન 2019, શનિવાર
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિક્લમાં ડિગ્રી મેળવવા માગતા ઈચ્છુકો માટે દેશભરમાં અતિરિક્ત સીટ ઉપલબ્ધ કરી આપી છે. પરીણામે મહારાષ્ટ્રની ૨૦ સરકારી કોલેજોમાં ૯૭૦ વધારાની સીટ ઉપલબ્ધ થશે. આ વર્ષે નવા ક્વોટા લાગુ થવાના હોવાની સંભાવના વચ્ચે આ સીટ વધારવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. જેથી પદવી મેળવવા માગતા વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસમાં રાહત મળી શકે.
વધારાની આ સીટોને સુપરન્યુમેરેરી સીટ કહેવામાં આવે છે. જ્યારે ઉપલબ્ધ સીટ કરવા વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઘસારો હોય તેવા સંજોગોમાં આ નિર્ણય લેવામાં આવે છે. તેથી હવે પ્રવેશ સમયે વધારાની સીટોને ધ્યાનમાં રાખી વિવિધ ક્વોટા હેઠળ ફાળવણી કરવામાં આવશે. એમસીઆઈ (મેડિક્લ કાઉન્સિલ ઓફ ઈંડિયા)એ પહેલેથી જ નવી કોલેજોના પ્રસ્તાવને સ્વિકારી લીધો છે. ત્યારે એમસીઆઈના બોર્ડ ઓફ ગવર્નર્સે વર્ષ ૨૦૧૯-૨૦ માટે આર્થિક રીતે પછાત વર્ગ માટે એમબીબીએસમાં સીટ વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ વાતને ગંભીરતાથી લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે એમસીઆઈનો આ પ્રસ્તાવ સ્વિકારી તમામ સત્તાવાળાઓને રાષ્ટ્રીય સ્તરે આર્થિક રીતે પછાત વર્ગના ક્વોટા વધારી આપવાનો આદેશ આપ્યો છે.
સરકારની આ જાહેરાતથી મેડિક્લનો અભ્યાસ કરતા માગતા રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થઈ છે. નવા ક્વોટાને પરિણામે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ પર તાણ આવી છે પણ નવી સીટોની ઉપલબ્ધતાથી દબાણ હળવું થશે તેવી ભાવના એક વાલીએ વ્યક્ત કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X0CmVw
via Latest Gujarati News
0 Comments