મેહુલ ચોક્સીને ભારત લાવવા એર એમ્બ્યુલન્સની સુવિધા આપીશુંઃ ઈડી


મુંબઇ, તા. 22 જૂન 2019, શનિવાર

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે કરોડોની ગેરરીતિ આચરવાના કેસમાં વિદેશ નાસી ગયેલા મેહુલ ચોકસીસામે એન્ફોર્સમેેન્ટ ડિરેક્ટોરેેટ (ઈડી)એ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. સારવારનું કારણ આપીને કોર્ટની દિશાભૂલ કરીને કાર્યવાહી વિલંબમાં મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું ઈડીએ જણાવ્યું છે.

પૂછપરછ થતી ટાાળવાના બહાના ચોક્સી કરી રહ્યો હોવાનો આરોપ પણ ઈડીએ કર્યો ચેે. ચોક્સીએ દાવો કર્યો હતો કે ઈડી તરફથી મારી રૂ. ૬,૧૨૯ કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે, એ ખોટું  છે. હકીકતમાં ઈડી તરફથી મત્ર રૂ. ૨,૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

ઈડીએ કોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે એન્ટીગ્વાથી ટોક્સીને ભારત લાવવા માટે હવાઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જ ચોકસીની જરૂરી સારવાર ભારતમાં કરવામાં આવશે.

ચોક્સીએ તપાસમાં ક્યારેય સહકાર કર્યો નથી, તેની સો બિનજામીનપાત્ર વોરન્ટ છે. ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. કોર્ટે ચોક્સીને સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં આદેશની તારીખથી એક મહિનાની અંદર ભારત આવવાની તેની ઈચ્છા છે કે નહીં એ જણાવવું અને આવવું હોય તો ક્યારે આવશે એ નક્કી તારીખ જણાવવાનું કહેવામાં આવ્યું છે.

ચોક્સીએ હાઈ કોર્ટમાં બે અરજીઓ કરી છે, જેમાં એક તેને બાગેડુ જાહેર કરવાની અરજીનો વિરોધ કરતી અરજી છે અને બીજી ઈડીએ જે સાક્ષીદારોને આધારે ચોક્સીને આર્થિક ફરાર ગુનેગાર જાહેર કરવાની માગણીક રી છે તે સાક્ષીદારોની ઉલટતપાસ કરવાની પરવાનગી માટેની અરજી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XqDzd7
via Latest Gujarati News

Post a Comment

0 Comments