રાણી મુખર્જી કારકિર્દી પાટે ચડાવવા પોતાની સફળ ફિલ્મની સિકવલ બનાવવા માગે છે


મુંબઇ, તા. 2 જૂન 2019, રવિવાર

બન્ટી ઔર બબલીથી સીકવલ બનશે એ હવે લગભગ નક્કી છે. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મની સીકવલ બનાવવાનું  સૂચન આદિત્ય ચોપરા અને રાણી મુખર્જી ચોપરાએ કર્યું હતું. હકીકતમાં રાણી મુખર્જી કારકિર્દી પાટે ચડાવવાના મરણિયા પ્રયત્નો કરી રહી છે. આ ફિલ્મ અત્યંત સફળ હતી અને સીકવલ ચાલે તો રાણીની ડૂબતી નૈયા તરી જાય.

રાણીએ મૂળ ફિલ્મની કાસ્ટ સીકવલમાં લેવાનો આગ્રહ રાખ્યો છે. મૂળમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીએ અભિનય કર્યો હતો. તમામ કલાકારે આદિત્યની  વિનંતી સ્વીકારી પણ મૂળ ફિલ્મના ડિરેકટર  શાદ અલીએ સીકવલનો હિસ્સો બનાવાની ના પાડી દીધી.

શાદ એની દાદી અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મી સેહગલ પર બાયોપિક બનાવવાનો વિચાર કરી રહ્યો છે. જોકે નવા ડિરેકટરની શોધ કરીને સીકવલ આવતા વર્ષે રજૂ કરવાની તૈયારી  આટોપી લેવામાં આવી છે. તમામ શક્યતા છે કે કજરારે ગીતની લોકપ્રિયતા રોકડી કરવામાં આવે. જે અમિતાભ, ઐશ્ચર્યા અને અભિષેક પર ફિલ્માવાયું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/312xang
via Latest Gujarati News

Post a Comment

0 Comments