
મુંબઇ તા. 2 જૂન 2019, રવિવાર
વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગો પૈકીના એકનું કેન્દ્ર એવું મુંબઇ ફિલ્મો માટેના એક સર્જનાત્મક શહેર તરીકે વૈશ્વિક માન્યતા મેળવવાની હવે આશા રાખી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના ક્રિટોટ્વિ સિટિઝ નેટવર્ક (યુસીસીએન)માં સામેલ થવા બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) આ વર્ષે અરજી કરશે.
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ પ્રકારની માન્યતાથી મુંબઇના ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક મંચ પર તો પ્રોત્સાહન મળશે તે ઉપરાંત હેરિટેજ, કલા અને સંસ્કૃતિના ધામ તરીકે મુંબઇની પ્રતિષ્ઠા વધશે.
દેશમાં કયારેય કરવામાં આવ્યું ન હોય તેટલી સૌથી વધુ સંખ્યામાં હિન્દી ફિલ્મોનું નિર્માણ મુંબઇમાં કરવામાં આવ્યું છે મેયર યુનેસ્કો નેટવર્કને આ અરજી સુપરત કરશે. અરજી આપવા માટેની અંતિમ તારીખ ૩૦મી જૂન છે એમ તેમણે ઉમેર્યુંહતું.
જોકે, આ વાતને સમર્થન આપતાં નાયબ પાલિકા કમિશનર નિધિ ચૌધરીએ જણાવ્યુંહ તું કે આ બાબત અત્યારે પ્રારંભિક તબક્કામાં છે અને અરજી કરતાં પહેલાં અમારે અનેક બાબતો વિશે વિચારવું પડે.
મુંબઇને જો આ દરજ્જો મળે તો તેને વૈશ્વિક ઓળખ મળે જે મુંબઇના સમૃદ્ર હેરિટેજ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં સહાયરૂપ થશે. પાલિકા ફિલ્મ કેટેગરી હેઠળ ક્રિયેટિવ સિટિઝ નેટવર્કમાં સામેલ થવા અરજી કરશે.
હાલમાં ક્રિયેટિવ સિટિઝ નેટવર્કમાં સિંગાપોર, કેનેડાનું ટોરોન્ટો તથા સેનેગલનું ડકાર સહિત વિશ્વના ૧૮૦ શહેરો સ્થાન પામ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MppGra
via Latest Gujarati News
0 Comments