(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 2 જૂન 2019, રવિવાર
નાગપુરમાં ગરમીના લીધે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ૨૪ કલાકમાં નાગપુરમાં વિવિધ સ્થળે નવ જણના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામના મૃત્યુ ઉષ્માઘાતથી થયા હોવાની શક્યતા છે. આમ મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં અઠવાડિયામાં ઉષ્માઘાતથી જીવ ગુમાવનારની સંખ્યા ૪૩ થઈ ગઈ છે.
ગત એક અઠ વાડિયાથી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાદ ગઈ કાલે સાંજે નાગપુરમાં વરસાદી ઝાપટું પડયું હતું.
નાગપુરમાં ગણેશપેઠમાં કોટન માર્કેટમાં ૪૦ વર્ષીય અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો હતો. ઉમરેડ રોડ પર પંચવટી આશ્રમ સામે ઝાડ નીચે ૫૫ વર્ષીય ગુલ્લુ બાદશાહ મૃતઅવસ્થામાં મળી આવ્યો હતો.
છોટા તાજબાગના પ્રવેશદ્વાર પાસે ૬૫ વર્ષીય વૃદ્ધની લાખ મળી હતી. તેમની ઓળખ થઈ શકી નહોતી. પાચપાવલીમાં ફૂટપાથ પર પચાસ વર્ષીય શખશનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપવન કોતવાલીમાં ૫૫ વર્ષીય શખસ, ધંતોલીમાં યુવક, અંબાઝારીમાં ૬૫ વર્ષીય વૃદ્ધ, સોનેગાવમાં ૪૫ વર્ષીય શખસનો મૃતદેહ મળ્યો હતો.
ધંતોલીમાં ફૂટપાથ પર રાજુ પંખવાલે (ઉં.વ. ૪૫)ની લાશ મળી હતી. આ તમામના મૃત્યુ ઉષ્માઘાતથી થયા હોવાનું કહેવાય છે. પોલીસે એક્સિડેન્ટલ ડેથના કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WgVPWB
via Latest Gujarati News
0 Comments