નાલાસોપારાની માર્કેટમાં ભીષણ આગ ૨૫ દુકાન સળગીને ખાક થઈ ગઈ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 2 જૂન 2019, રવિવાર

નાલાસોપારામાં ભીષણ આગને લીધે અંદાજે  ૨૫ ુકાન  સળગીને ખાક થઈ ગઈ હતી. અગ્નિશામક દળે એક કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું  કહેવાય છે. પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન  આગ લાગવાનું   ચોક્કસ કારણ જાણી શકી નહોતી.

નાલાસોપારા (પૂર્વ) સ્થિત જાધવ માર્કેટમાં   આજે વહેલી સવારે  પાંચ વાગ્યે  આગ લાગી હતી.   દુકાનોમાં આગ ઝડપથી  પ્રસરી ગઈ હતી.  આગમાં ૨૫ દુકાન સળગી ગઈ હતી.   મોટાભાગની દુકાન કપડા અને ઈલેક્ટ્રોનિક્સની હતી.  આ માર્કેટની બાજુમાં ઈમારતમાં લોકો રહેતા હતા. આગનો દુમાડો આસપાસની બિલ્ડિંગમાં પ્રસગી ગયો હતો. જેને લીધે  લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના  જવાનો ઘટના સ્થળે  પહોંચી ગયા હતા.  તેમણે અંદાજે  એક કલાકની જહેમત બાદ આગી બુઝાવી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IaavwQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments