
મુંબઇ, તા. 2 જૂન 2019, રવિવાર
અનન્યા પાંડેની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આમ છતાં એની આગામી ફિલ્મમાં લોકોનો રસ વધી રહ્યો છે. એની આગલી પતિ પત્ની ઓર વોહનો નવો અવતાર હશે. એ બેઠી નકલ ન લાગે એના તમામ અને સહિયારા પ્રયાસ થઈ રહ્યા છે.
અનન્યાએ પણ કહ્યું કે માળખું અને વિચાર એ જ રહેશે પરંતું આ ફિલ્મ તદ્દન આધુનિક સંદર્ભમાં બનાવવામાં આવશે. આ ફિલ્મને આધુનિક સમયનો ઓપ આપવામાં આવશે. યોજના સાથે ખરા અર્થમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ સંકળાયેલી છે અને એ રોમાંચિત છે. ૧૭૯૮માં આપેલી મુળ ફિલ્મમાં દંપતી રણજીત (સંજીવકુમાર)- શારદા (વિદ્યા બાલન) અને રણજીતની પ્રેમિકા રણજીતા વચ્ચેના સંબંધના આટાપાટા દર્શાવવામાં આવ્યા હતા.
અનન્યાના સહકલાકાર કાર્થિક આર્યન અને ભૂમિ પેડણેકર હશે. નિર્દશનની જવાબદારી મુદસ્સર અઝીઝ સંભાળશે. ફિલ્મમાં તાપસી પન્નુ હતી પરંતુ કોઈક કારણોસર એ વિવાદિત પ્રકરણમાં ફિલ્મની બહાર થઈ ગઈ. અનન્યાએ આ અંગે કહ્યું કે એ કાસ્ટિંગની પ્રક્રિયામાં સંડોવાતી જ નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MqtcBV
via Latest Gujarati News
0 Comments