
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 મે 2019, રવિવાર
જાહ્નવી કપૂરને કરણ જોહરે બોલીવૂડમાં લોન્ચ કરી.જાહ્નવીએ કરણ સાથે ત્રણ ફિલ્મો કરી જેમાં 'ધડક, કારગિલ ગર્લ અન ેતખ્ત'નો સમાવેશ થાય છે. હવે જાહ્નવી કરણ ઉપરાંત અન્ય દિગ્દર્શક-નિર્માતા સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે બુધવારે રાતના સંજય લીલા ભણશાલીની ઓફિસમાં જોવા મળી હતી.
'' તે સંજય લીલા ભણશાલીને મળીને બહુ ખુશ દેખાતી હતી. બન્નેએ કોઇ ફિલ્મ બાબત વાત કરી હતી,'' તેમ તેને જોનારે કહ્યું હતું.
કરણ સાથે કામ કરનાર દરેક એકટર્સે ત્રણ ફિલ્મોના કરાર કરવા પડતા હોય છે. જોકે કરણ તેમને અન્ય પ્રોજેક્ટ, નિર્માતા, દિગ્દર્શક સાથે કામ કરવાની મંજૂરી આપતો હોય છે,'' તેમ ટ્રેડ સોર્સે જણાવ્યુ ંહતું.
જાહ્નવીએ કરણ સાથેનો ત્રણ ફિલ્મનો કરાર પૂરો કરી નાખ્યો છે. અને તે હવે અન્ય નિર્માતા-દિગ્દર્શકોના પ્રોજ્કટ તરફ વળી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HRiqQJ
via Latest Gujarati News
0 Comments