
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 જૂન 2019, રવિવાર
સુંદર અને ક્યુટ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની લવ લાઇફ બરાબર ચાલતી નથી. તે પોતાની લવલાઇફના કારણે મુસીબતમાં પડી જાય છે. વાસ્તવમાં શ્રદ્ધાની પ્રત્યેક પસંદગીને તેના પરિવારજનો રિજેક્ટ કરે છે. તેથી તેની પ્રેમની ગાડી લગ્ન સંબંધ સુધી પહોંચી શકતી નથી.
'' શ્રદ્ધાનેજે પણ યુવક પસંદ આવે છે, તે તેના પરિવારને ગમતો હોતો નથી. આ જ કારણે શ્રદ્ધા થોડી પરેશાન રહે છે. તેને જે વ્યક્તિમાં પોતાનો જીવનસાથી દેખાય છે, તે પુરુષને તેનો પરિવાર રિજેક્ટ કરે છે,'' તેમ સોશિયલ મિડીયાના એક પોર્ટલને શ્રદ્ધા સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું.
તે હાલ પોતાનું ધ્યાન કારકિર્દી પર આપી રહી છે. તેની પાસે હમણાં ઘણી ફિલમો છે. તેથી તે હાલ કોઇની સાથે નવી મિત્રતા કરવાના મુડમાં નથી.
ભૂતકાળમાં શ્રદ્ધાનું નામ ફરહાન અખ્તર સાથે જોડાયું હતું. પરંતુ તે પરણેલો અને સંતાનોનો પિતા હોવાથી તેના પરિવારજને તેના સંબંધને તોડી નાખવાના તમામ પ્રયાસ કર્યા હતા અને એમાં તેમને સફળતા પણ મળી હતી. એ પછીથી શ્રદ્ધાનું નામ રોહન શ્રેષ્ઠા સાથે જોડાયું હતું. પરંતુ તેનાથી પણ તે અલગ થઇ ગઇ છે. જોકે હાલ તેની પાસે ઘણી ફિલ્મો હોવાથી તે પોતાના કામમાં વ્યસ્ત છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MpQ1p5
via Latest Gujarati News
0 Comments