
- ક્રૂડના ઉત્પાદક દેશો જુલાઈ આરંભમાં મળશેઃ ઉત્પાદન કાપ ચાલુ રાખવા નિર્ણય કરાય એવી શક્યતા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 19 જૂન 2019, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધ્યા મથાલે નરમ હતા. જ્યારે ચાંદીના ભાવ ઉંચા બોલાયા હતા. દરમિયાન, કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં ગબડયા પછી ફરી ઉંચકાયા હતા. બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ઝડપી વધી આવ્યા હતા. દરમિયાન અમેરિકાએ ટ્રેડવોર પછી હવે કરન્સી વોરના સંકેતો આપ્યા છે. ચીન તથા યુરોપના સત્તાવાળાઓ પોતાની કરન્સીના ભાવુ નીચા બોલાવતા રહ્યા છે. તો પછી ડોલરના ભાવ શા માટે ઉંચા રાખવા? એવો પ્રશ્ન ફરી ટ્રમ્પે હવે કરન્સી વોરમાં અમેરિકા પણ દાખલ થશે એવાં એંધાણ આપ્યાના સમાચાર હતા.
આમ થશે તો આગળ ઉપર ડોલર ઈન્ડેક્સ નીચો જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, આ લખાય છે ત્યારે વિશ્વ બજારના ખેલાડીઓની નજર અમેરિકાની ફેડરલ રિઝર્વની મિટિંગ પર રહી હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૭૦ વાળા ૬૯.૫૫ ખુલી રૂ.૬૯.૪૯ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૬૯.૭૯ થઈ છેલ્લે બંધ રૂ.૬૯.૬૮ હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૪૪ પૈસા વધી રૂ.૮૭.૬૮થી ૮૭.૬૯ હતા. જ્યારે યુરોના ભાવ ૧૨ પૈસા વદી રૂ.૭૮.૧૨થી ૭૮.૧૩ સાંજે બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૧૩૫૩.૨૦ ડોલરવાળા નીચામાં ૧૩૪૧.૮૦થી૧૩૪૪ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૯૩૩ વાળા રૂ.૩૨૮૬૧ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૩૦૬૫ વાલા રૂ.૩૨૯૯૩ બંધ રહ્યા હતા જ્યારે જીેસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ચાંદીના ભાવ કિલોના જીેસટી વગર ૯૯૯ના રૂ.૩૭૦૨૦ વાળા રૂ.૩૭૧૯૫ ખુલી રૂ.૩૭૧૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૨૦૦થી ૩૭૨૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૯૦૦થી ૯૫૦ ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૧૫.૦૫ ડોલર થઈ ૧૪.૮૪ ડોલર રહી સાંજે ભાવ ૧૪.૯૮થી ૧૪.૯૯ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ સાંજે ૮૦૩.૬૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૪૯૯.૪૫ ડોલર નજીક પહોંચી ગયા હતા.
દરમિયાન અમેરિકાએ ઈરાન પછી હવે તુર્કી સામે પણ પ્રતિબંધો લાદવાનો સંકેત આપતાં વિશ્વ બજારમાં તુર્કીની કરન્સીના ભાવ ગબડી ગયાના નિર્દેશો હતા. ચીન તથા અમેરિકા વચ્ચે જૂનના અંતભાગમાં ફરી મિટિંગ મળશે એવી શક્યતા પણ આજે વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી હતી, દરમિયાન ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં મંગળવારે મોડી રાત્રે૩થી ૪ ટકા ઉછળ્યા પછી આજે ઉંચે સહેજ નરમ રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલના ઉંચામાં ૬૨.૨૦થી ૬૨.૩૦ ડોલર થયા પછી આજે સાંજે ભાવ ૬૧.૭૦થી ૬૧.૭૫ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ ઉંચામાં ૫૪.૦૫થી ૫૪.૧૦ ડોલર થયા પછી સાંજે ભાવ આજે ૫૩.૬૫થી ૫૩.૭૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન વિવિધ ક્રૂડ ઉત્પાદ દેશોની મિટિંગ વિયેના ખાતે જુલાઈના પ્રથમ સપ્તાહમાં યોજાશે એવા સમાચાર મળ્યા હતા. આ મિટિંગમાં ઉત્પાદન કાપનો અમલ આગળ ઉપર વધુ છ મહિના ચાલુ રાખવા વિશે ચર્ચા થશે એવા નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, ન્યુયોર્ક કોપર વાયદો મંગળવારે રાત્રે ૨.૨૦થી ૨.૨૫ ટકા ઉછળ્યા પછી આજે સાંજે ભાવ ૦.૩૫થી ૦.૪૦ ટકા માઈનસમાં રહ્યાના નિર્દેશો મળ્યા હતા. લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૫૯૦૦ વટાવી ૫૯૩૫થી ૫૯૪૦ ડોલર રહ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે ૨૩૭૫ ટન ઘટયાના વાવડ હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XZE8Yt
via Latest Gujarati News
0 Comments