મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કાજુની ખેતીનો વિસ્તાર કરાશે


મુંબઈ,તા. 19 જૂન 2019, બુધવાર

કાજુની ખેતીનો વ્યાપ હવે બિનપરંપરાગત રાજ્યોમાં પણ કરવામાં આવશે  ડિરેકટોરેટ  ઓફ કેશ્યુ એન્ડ કોકો ડેવલપમેન્ટના જણાવ્યા મુજબ હવે  કાજુની ખેતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૯-૨૦માં મધ્ય પ્રદેશમાં ૨૦૦૦ હેકટર જેટલા વિસ્તારમાં કાજુનું  વાવેતર કરવામાં  આવશે. વર્ષ ૨૦૧૮-૧૯માં મધ્ય પ્રદેશમાં બેરુલ વિસ્તારમાં કાજુના  વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યાં  વેનગુલ્લા-ચાર અને વેનગુલ્લા-પાંચ વેરાયટીનો પાક સારો  થયો છે. આ વિસ્તારમાં  સફળતાનો દર ૯૦ ટકા જેટલો રહ્યો છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં રાજસ્થાનમાં કાજુના વાવેતરનો પ્રારંભ કરાશે. જોકે, હજી સર્વે કરવાનો બાકી છે. પરંતુ પ્રાથમિક  તબક્કામાં ૧૫૦ હેકટરમાં વાવેતર કરવામાં આવશે.

હવે કાજુનું વાવેતર ૧૯ રાજ્યોમાં કરવામાં આવે છે. છેલ્લે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો ઉમેરો  કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, ત્રિપુરા અને મેધાલયમાં કાજુનું વાવેતર વધારવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે.

કાજુના વાવેતર પર ફોક્સ કરવા માટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલામણ કરી હતી એને પગલે વર્ષ ૨૦૧૭માં ૧.૨૦ લાખ હેકટરમાં  કાજુનું વાવેતર કરવાના પ્રોજેકટની  દરખાસ્ત કરવામાં આવી હતી. આને કારણે  દેશમાં ૪૮,૦૦૦ હેકટરમાં કાજુનો પાક લેવામાં  આવે છે.  વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ ૫૦,૦૦૦ હેકટરમાં કાજુનો પાક લેવાનો પ્લાન છે.

દેશમાં કાજુનો પાક  લેનારા ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળી રહે એ માટે ફાર્મર્સ એસોસીએશનની સ્થાપના માટેની ડિમાન્ડ કરી છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IrBOE0
via Latest Gujarati News

Post a Comment

0 Comments