
મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર
પતિને કિડનીનું દાન કરી નવજીવન આપનારી પત્નીએ એ કિડની પાછી મેળવવા પત્નીએ પોલીસમાં ધા નાખતા ચકચાર જાગી છે.
નાશિકની આ ઘટનામાં પત્નીએ પોલીસને ફરિયાદ કરી હતી કે પથારીવશ પતિને કિડનીનું દાન કરીને તે અત્યારે પસ્તાઈ રહી છે. કારણ તેનો પતિ દારૂનું વ્યસન છોડવા તૈયાર નથી અને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.
પતિની બન્ને કિડની કામ કરતી બંધ થયા પછી ડોક્ટરોએ કહ્યું હતું કે તેનો જીવ બચાવવો હોય તો સગાએ કિડનીનું દાન કરવું પડશે. આથી પત્નીએ પોતાની એક કિડની આપી પતિનો જીવ બચાવ્યો હતા. સાજો થયા પછી પતિ પહેલાની જેમ જ દારૂનો નશો કરવા લાગ્યો હતો અને પહેલાની જેમ જ પત્ની પર ત્રાસ ગુજારવા લાગ્યો હતો. આથી કંટાળીને પત્નીએ સાનપુર પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી અને દાનમાં આપેલી કિડની પાછી આપવાની માગણી સાથેની અરજી કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N0kB94
via Latest Gujarati News
0 Comments