વર્ષભરમાં એમબીબીએસમાં લગભગ બે હજાર સીટ વધશેઃગિરીશ મહાજન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  20 જૂન 2019, ગુરુવાર

મહારાષ્ટ્રમાં મેડિકલ (તબીબી) અભ્યાસક્રમમાં જગ્યા વધારવાની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ પાર્શ્ચવભૂમિ પર આગામી વર્ષભરમાં એમબીબીએસમાં લગભગ બે હજાર સીટનો વધારો થશે. એવો વિશ્વાસરૂપ શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજને આજે વિધાન પરિષદમાં વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તબીબી પદવ્યુત્તર અભ્યાસક્રમમાં જગ્યા વધારાવનો પ્રયાસ શરૂ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તબીબી પદવ્યુત્તર અભ્યાસક્રમના પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ મરાઠા આરક્ષણ લાગુ કરવામાં આવ્યો છે. આથી આ વેળા મરાઠા આરક્ષણનો અમલ થશે નહીં, એવો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. પરિણામે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. તેઓ કરેલા સતત આંદોલન કર્યું, પણ સફલ રહ્યું નહીં. કારણ કે મેડિકલ પદવ્યુત્તર પ્રવેશ પ્રક્રિયા મરાઠા આરક્ષણના લાગુ પડે પહેલાંથી શરૂ થી હોવાથી સરકારને આમાં સફળતા મળી નથી. એવો આક્ષેપ સુદ્ધા હેમંત ટકલેએ લક્ષવેધી સૂચના દ્વારા ચર્ચામાં કર્યો હતો.

આ સંબંધે પ્રધાન ગિરીશ મહાજને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે આરક્ષણ લાગુ થયા બાદ પ્રવેશ પ્રક્રિયા પ્રથમ વર્ષ હતું. આથી મરાઠા આરક્ષણનો અમલ કરવામાં ટેક્નિકલ અડચમ આવી હતી. આથી વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે તે માન્ય છે. માત્ર પદવ્યુત્તર પ્રવેશ માટે વિદ્યાર્થી તેમ જ તેમના વાલીઓને વિશ્વાસમાં લઈને પારદર્શી અને પ્રમાણિક ભૂમિકા હાથ ધરી હતી, એવું મહાજને જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FnafKl
via Latest Gujarati News

Post a Comment

0 Comments