મલબાર હિલ-ચોપાટી-નરીમાન પોઇન્ટ વચ્ચે કેબલ કાર રોપ-વેની યોજના


મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર

દક્ષિણ મુંબઈના મલબાર હિલ, ચોપાટી, એ નસીપીએ તેમ જ મલબાર હિલથી નરીમાન પોઇન્ટ વચ્ચે કેબલ કાર રોપવે શરૂ કરવાનું મહાપાલિકા વિચારી રહી છે.

મ્યુનિસિપલ કમિશનર પ્રવીમ પરદેસીએ આ પ્રકલ્પને માટે સમતી દર્શાવી હોવાથી ૨૪મી જૂને મહાપાલિકાની મહાસભાની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી મળે એવી શક્યતા છે.

મુંબઈમાં દેશ-પરદેશથી પર્યટકો આવે છે. અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજીનું ભવ્ય સ્મારક રચાવાનું છે. આ બાબત ધ્યાનમાં લઈને કેબલ કાર રોપવે નાખવાની યોજના વિચારાઈ રહી છે. આથી દરિયા પરથી રોપવેમાં પસાર થઈ પર્યટકો અરબી સમુદ્રમાં વિહંગમ દ્રશ્યનો આનંદ માણી શકશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N3l4aG
via Latest Gujarati News

Post a Comment

0 Comments