ડોલર ગબડતાં આયાતી ખાદ્યતેલોમાં હાજર તથા વાયદા બજારમાં ભાવમાં સાર્વત્રિક ઘટાડો


મુંબઈ, તા. 20 જૂન 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  સિંગતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ મથકો પાછળ નરમ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, પામતેલ સહિત વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વબજારના સમાચાર નરમાઈ બતાવતા હતા.

મલેશિયામાં આજે પામતેલના ભાવ વાયદામાં ઘટી છેલ્લે સાંજે ૨૧, ૨૨, ૨૫ તથા ૨૦ પોઈન્ટ માઈનસમાં રહ્યાના વાવડ હતા જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર નીચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા વિલંબના રૂ.૫૮૪ વાળા રૂ.૫૮૨ રહ્યા હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૫૮૧ વાળા રૂ.૫૭૮ રહ્યા હતા.

 નવા વેપારો ધીમા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૫ વાળા રૂ.૫૧૨ બોલાતા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ સાંજે જૂન વાયદાના રૂ.૫ તૂટી રૂ.૫૧૩ તથા જુલાઈ વાયદાના રૂ.૫.૪૦ ગબડી રૂ.૫૧૫.૯૦ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, સોયાતેલ વાયદાના ભાવ સાંજે ધીમો ઘટાડો બતાવતા હતા. સોયાતેલ જૂનના ભાવ સાંજે રૂ.૭૬૦.૪૦ તથા જુલાઈના રૂ.૭૩૯.૭૦ અને ઓગસ્ટના રૂ.૭૨૮.૩૦ રહ્યા હતા. 


જૂન અને જુલાઈ વાયદાના ભાવમાં તફાવત મોટો રહેતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ઓવરનાઈટ ૩થી ૪ પોઈન્ટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ ૧૬થી ૧૭ પોઈન્ટ માઈનસમાં રહ્યાના સમાચાર હતા. ત્યાં સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૫૧થી ૫૭ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ પ્લસમાં રહ્યા હતા જ્યારે સોયાબીનનો વાયદો ત્યાં ઓવરનાઈટ ૧૦૨થી ૧૧૪ પોઈન્ટ ગબડયા પછી આજે પ્રોજેકશનમાં સાંજે તેના ભાવ માઈનસમાં જ રહ્યા હતા.

દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેકશનમાં પણ ભાવ પ્લસમાં રહ્યાના સમાચાર હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૮૦થી ૧૦૯૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ  રૂ.૧૦૫૦થી ૧૧૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૮૦થી ૧૭૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૭૨૮થી ૭૩૦ રહેતાં મુંબઈ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ ઘટી રૂ.૭૬૬ રહ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y4kACi
via Latest Gujarati News

Post a Comment

0 Comments