ઓવર સોલ્ડ બજારમાં ફંડો, મહારથીઓનું ફરી શેરોમાં ઓલ રાઉન્ડ વેલ્યુબાઈંગ


મુંબઈ, તા. 20 જૂન 2019, ગુરૂવાર

ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૧૧૨.૭૪ સામે ૩૯૦૪૨.૯૬ મથાળે ખુલીને આરંભમાં સસાવચેતીમાં એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સાથે એચડીએફસી બેંક, એનટીપીસી સહિતમાં નરમાઈએ એક  સમયે ૧૭૮.૯૬ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૮૯૩૩.૭૮  સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી ફંડોની શરૂ થયેલી ઓલ રાઉન્ડ તેજીમાં ઓટોમોબાઈલ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા લાગતાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિદ્રા એન્ડ મહિન્દ્રા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક તેમ જ લાર્સન એન્ડ ટુબ્રો, ઓએનજીસી, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં ફંડોએ તેજી કરતાં એક સમયે ૫૨૫.૯૦ પોઈન્ટ ઉછળીને  ઉપરમાં ૩૯૬૩૮.૬૪ સુધી પહોંચ્યો હતો. જે અંતે ૪૮૮.૮૯ પોઈન્ટ વધીને ૩૯૬૦૧.૬૩ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧૮૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૮૪૩ સુધી જઈ અંતે ૧૪૦ પોઈન્ટ વધીને ૧૧૮૩૨

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૯૧.૪૫ સામે ૧૧૬૫૩.૬૫ મથાળે ખુલીને આરંભમાં સાવચેતીમાં નરમાઈમાં વિપ્રો, ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરો અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, બ્રિટાનીયા તેમ જ યુપીએલ, ઝી, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૬૩૫.૦૫ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ,  આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક સાથે ફાર્મા શેરોમાં સન ફાર્મા, સિપ્લા સહિતમાં ફંડોનું વેલ્યુબાઈંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ સાથે લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, આઈઓસી, બીપીસીએલ સહિતના ઓઈલ-ગેસ શેરો અને ગ્રાસીમ,  અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં આકર્ષણે વધીને ઉપરમાં ૧૧૮૪૩.૫૦ સુધી પહોંચી અંતે ૧૪૦.૩૦ પોઈન્ટ વધીને ૧૧૮૩૧.૭૫ બંધ રહ્યો હતો.

બેંક નિફટી જૂન ફયુચર ૩૦,૩૫૦ થી વધીને ૩૦,૭૭૪ : નિફટી જૂન ફયુચર ૧૧,૭૦૮ થી વધીને ૧૧,૮૫૬

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે મોટા શોર્ટ કવરિંગ સાથે ફંડોએ તેજી કરી હતી. બેંક નિફટી જૂન ફયુચર ૧,૬૯,૪૪૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૩૬૦.૨૩ કરોડના કામકાજે ૩૦,૩૫૦.૨૦ સામે ૩૦,૩૭૭.૮૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૨૭૬ થઈ પાછો ફરીને ઉપરમાં ૩૦,૮૦૯ સુધી પહોંચી અંતે ૩૦,૭૭૪ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૧,૫૯,૪૭૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૦૮૨.૯૦ કરોડના કામકાજે ૧૧,૭૦૮.૬૦ સામે ૧૧,૬૭૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૬૮.૦૫ થઈ વધીને ૧૧,૮૬૩.૩૫ સુધી પહોંચી અંતે ૧૧,૮૫૬.૧૦ રહ્યો હતો. નિફટીમાં ૨૭,જૂનની એકસપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૭૦૦નો પુટ ૧,૯૩,૫૮૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૦૬૪.૭૫ કરોડના કામકાજે ૮૭.૫૦ સામે ૭૭.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૫.૮૫ થઈ ઘટીને ૨૯.૭૦ સુધી આવી અંતે ૩૦.૫૦ રહ્યો હતો.

નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧૧.૩૫ થી વધીને ૨૩ : નિફટી ૧૧,૫૦૦નો પુટ ૨૯.૪૦ થી ઘટીને ૯.૫૦

નિફટીમાં ૨૭,જૂનની એકસપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧,૩૨,૮૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૯૬૭.૯૯ કરોડના કામકાજે ૧૧.૩૫ સામે ૨૪.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૪.૭૫ અને નીચામાં ૭.૮૦ સુધી આવી અંતે ૨૩ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૧૨,૯૦૬ કો ન્ટ્રેકટસમાં રૂ.૯૭૫૨.૩૨ કરોડના કામકાજે ૨૯.૪૦ સામે ૨૯.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૬.૩૦ થઈ ઘટીને ૯.૧૫ સુધી આવી અંતે ૯.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૮૯.૫૦ સામે ૮૪.૬૫ મથાળે ખુલીને નીચામાં ૭૨ થઈ વધીને ૧૮૮.૦૫ સુધી પહોંચી અંતે ૧૮૦.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૫૧.૯૦ સામે ૪૬.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૪ થઈ ઘટીને ૧૬.૮૫ સુધી આવી અંતે ૧૭.૧૦ રહ્યો હતો. 

ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓ દ્વારા કવરિંગ : અશોક લેલેન્ડ,  એકસાઈડ, ટીવીએસ, અપોલો ટાયર, મારૂતી વધ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સતત મંદીના સંકટ વચ્ચે ફંડો, ખેલંદાઓની પાછલા દિવસોમાં સતત વેચવાલી બાદ ઓવરસોલ્ડ પોઝિશન બની જતાં આજે ફંડો, મહારથીઓએ વેચાણો કાપવા સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. અશોક લેલેન્ડ રૂ.૪.૮૫ વધીને રૂ.૮૭.૭૦, એકસાઈડ રૂ.૮.૭૫ વધીને રૂ.૨૦૪.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૭.૬૫ વધીને રૂ.૪૫૮.૬૫, અપોલો ટાયર રૂ.૬.૧૦ વધીને રૂ.૧૯૫.૨૦, મારૂતી સુઝુકી રૂ.૨૦૩.૮૫ વધીને રૂ.૬૬૩૭.૨૦, ટાટા મોટર્સ રૂ.૪.૫૦ વધીને રૂ.૧૫૯.૧૫, બજાજ ઓટો રૂ.૭૩.૮૫ વધીને રૂ.૨૮૯૫.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૫૬ વધીને રૂ.૨૬૬૩.૪૦,  બોશ રૂ.૩૪૬.૬૫ વધીને રૂ.૧૬,૬૦૫.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨.૯૦ વધીને રૂ.૬૨૮.૧૫, મધરસન સુમી રૂ.૨.૫૦ વધીને રૂ.૧૨૭.૭૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૭૫૨.૮૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૭૪૬.૪૫, ભારત ફોર્જ રૂ.૫.૩૫ વધીને રૂ.૪૪૦.૦૫, એમઆરએફ રૂ.૪૫૯.૩૫ વધીને રૂ.૫૪,૯૫૨.૬૦, આઈશર મોટર્સ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૧૯,૭૯૪ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૨.૫૫ પોઈન્ટની છલાંગે ૧૭૯૮૫.૪૮ બંધ રહ્યો હતો.

યશ બેંક રૂ.૧૧ વધીને રૂ.૧૧૪ :  ઈન્ડિયાબુલ્સ, ડીએચએફએલ, ફાઈવ પૈસા, ઈન્ડસઈન્ડ બેંક, ૈંભૈંભૈં, કોટક બેંક ઉંચકાયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોએ  ઓવરસોલ્ડ પોઝિશન કવર કરવા સાથે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૪૪.૯૬ પોઈન્ટની છલાંગે ૩૪૬૦૭.૪૬ બંધ રહ્યો હતો. યશ બેંક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૧૪.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૨.૬૦ વધીને રૂ.૧૪૩૫.૫૦,  આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૪૫ વધીને રૂ.૪૩૩.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૭૫ વધીને રૂ.૧૧૮.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૯.૨૫ વધીને રૂ.૧૫૧૭.૬૫, રિલાયન્સ કેપિટલ રૂ.૧૫ વધીને રૂ.૬૯.૦૫, જે એન્ડ કે બેંક રૂ.૩.૪૫ વધીને રૂ.૩૭.૯૫, ડીએચએફએલ રૂ.૬.૨૫ વધીને રૂ.૬૯.૩૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૪.૫૫ વધીને રૂ.૫૯૯.૯૫, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૫૭.૭૫, રિલાયન્સ હોમ ફાઈનાન્સ ૬૦ પૈસા વધીને રૂ.૧૧.૪૦, આઈબી વેન્ચર્સ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૨૬૫.૨૫, હુડકો રૂ.૧.૯૫ વધીને રૂ.૪૦.૫૫, એડલવેઈઝ રૂ.૮.૩૫ વધીને રૂ.૧૭૮.૭૫, ભારત ફિન રૂ.૪૨.૦૫ વધીને રૂ.૯૦૯.૨૦, ફાઈવ પૈસા રૂ.૯.૫૫ વધીને રૂ.૨૦૮.૫૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૦ વધીને રૂ.૪૨.૦૫, આઈડીએફસી રૂ.૧.૩૦ વધીને રૂ.૩૫.૬૫,  એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૭૫ વધીને રૂ.૧૧૩.૪૫, ઈન્ડિયન બેંક રૂ.૧૧.૨૦ વધીને રૂ.૨૬૪.૧૦, કેનેરા બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૨૬૮.૩૦, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૦૯૪.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૪૪.૯૬ પોઈન્ટ વધીને ૩૪૬૦૭.૪૬ બંધ રહ્યો હતો

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી :રાજેશ એક્ષપોર્ટ રૂ.૨૬ વધીને રૂ.૭૨૨ : ક્રોમ્પ્ટન, ટાઈટન, બ્લુ સ્ટાર, વોલ્ટાસ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક લેવાલી રહી હતી. રાજેશ એક્ષપોર્ટસ રૂ.૨૫.૬૦ વધીને રૂ.૭૨૨.૩૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૪૦ વધીને રૂ.૨૩૫.૬૫, ટાઈટ નરૂ.૩૧.૨૫ વધીને રૂ.૧૩૦૫.૯૫, બ્લુ સ્ટાર રૂ.૧૬.૦૫  વધીને રૂ.૭૯૨.૭૫, વોલ્ટાસ રૂ.૧૧.૫૦ વધીને રૂ.૬૨૧.૨૦ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં વ્યાપક તેજી : પિરામલ એન્ટર. રૂ.૧૩૭ વધીને રૂ.૧૮૮૦ : વોખાર્ટ, નાટકો, સન ફાર્મા, દિવીઝ, સિપ્લા વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે ફંડોએ ફરી વ્યાપક તેજી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૮૪.૬૦ પોઈન્ટની છલાંગે ૧૨૭૯૫.૮૩ બંધ રહ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૩૭.૪૦ વધીને રૂ.૧૮૮૦.૧૫, સિક્વેન્ટ રૂ.૪.૦૫ વધીને રૂ.૬૭.૬૦, વોખાર્ટ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૩૬૨.૩૦, નાટકો ફાર્મા રૂ.૨૨.૫૦ વધીને રૂ.૫૩૨, સન ફાર્મા રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૯૦.૬૦, દિવીઝ લેબ રૂ.૬૦.૭૦ વધીને રૂ.૧૬૦૧.૬૫, સિપ્લા રૂ.૧૭.૮૫ વધીને રૂ.૫૫૧.૩૫, લાલપથ લેબ રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૧૩૬.૭૦, અજન્તા ફાર્મા રૂ.૨૨.૮૦ વધીને રૂ.૯૪૫.૮૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૧૪.૨૫ વધીને રૂ.૬૨૬.૯૦, ઈપ્કા લેબ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૯૧૫.૪૦, ગ્લેનમાર્ક રૂ.૮.૧૫ વધીને રૂ.૫૧૭.૭૦, કેડિલા હેલ્થકેર રૂ.૪.૬૦ વધીને રૂ.૨૪૨.૪૫ રહ્યા હતા.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : રિલાયન્સ ઈન્ફ્રા., કેઈસી, સુઝલોન, સીજી પાવર, ભેલ, લાર્સન, કલ્પતરૂ, કાર્બોરેન્ડમ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે ફરી વ્યાપક લેવાલી નીકળી હતી. સુઝલોન ૭૫ પૈસા વધીને રૂ.૪.૧૦, સીજી પાવર રૂ.૨ વધીને રૂ.૨૯.૩૦, ભેલ રૂ.૩.૧૦ વધીને રૂ.૭૦.૭૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૦.૬૫ વધીને રૂ.૧૫૫૬.૧૫, એનબીસીસી રૂ.૧.૭૫ વધીને રૂ.૫૮.૩૦, ભારત ઈલેકટ્રોનિક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૧૦.૫૫, કલ્પતરૂ પાવર રૂ.૮.૪૦ વધીને રૂ.૫૧૪.૪૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪.૮૫ વધીને રૂ.૩૩૯.૪૫, એબીબી રૂ.૧૪.૦૫ વધીને રૂ.૧૫૬૬, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૧૪.૮૫ વધીને રૂ.૫૭.૬૦, કેઈસી રૂ.૬.૦૫ વધીને રૂ.૩૨૦.૭૦, ટાટા પાવર રૂ.૧.૧૦ વધીને રૂ.૬૪.૬૫ રહ્યા હતા. 

જેટ એરવેઝ રૂ.૭૭ સુધી ઉછળી અંતે ૯૩ ટકા વધીને રૂ.૬૪ : જૈન ઈરીગેશન, રિલાયન્સ-અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી

જેટ એરવેઝમાં ધિરાણદારોએ દેવું વસુલવા કંપનીને એનસીએલટીમાં લઈ જવાના લીધેલા નિર્ણય બાદ આ મામલે એનસીએલટીમાં નિર્ણયની શકયતા વચ્ચે આજે શેર ૯૩.૩૫ ટકા એટલે કે રૂ.૩૦.૯૦ ઉછળીને રૂ.૬૪ રહ્યો હતો. જે ઈન્ટ્રા-ડે ઉપરમાં રૂ.૭૭.૩૫ સુધી ઉછળ્યો હતો. અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ મંદી અટકીને આજે તેજીમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર રૂ.૧૪.૮૫ વધીને રૂ.૫૭.૬૦, રિલાયન્સ કેપિટલ રૂ.૧૫ વધીને રૂ.૬૯.૦૫, રિલાયન્સ પાવર રૂ.૧.૧૦ વધીને રૂ.૫.૨૮ રહ્યા હતા.

મેટલ શેરોમાં આકર્ષણ : સેઈલ, જેએસડબલ્યુ, જિન્દાલ સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, નાલ્કો, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. સેઈલ રૂ.૧.૮૦ વધીને રૂ.૪૯.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૭૫ વધીને રૂ.૨૬૯.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૪૮.૮૫, વેદાન્તા રૂ.૩.૬૫ વધીને રૂ.૧૭૧.૯૫, હિન્દાલ્કો રૂ.૪.૧૦ વધીને રૂ.૧૯૪.૨૦, નાલ્કો રૂ.૧ વધીને રૂ.૪૮.૬૦, ટાટા સ્ટીલ રૂ.૬.૩૫ વધીને રૂ.૫૦૦.૮૫, કોલ ઈન્ડિયા રૂ.૨.૯૫ વધીને રૂ.૨૬૦.૩૦ રહ્યા હતા.

ઈરાને અમેરિકાના ડ્રોનને તોડી પાડતાં બ્રેન્ટ ૧.૭૫ ડોલર વધીને ૬૩.૫૭ ડોલર : ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી,ગેઈલ વધ્યા

ઈરાન દ્વારા અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં આવતાં ફરી અમેરિકા-ઈરાન વચ્ચે તનાવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ફરી વધી આવી બ્રેન્ટ ક્રુડ સાંજે બેરલ દીઠ ૧.૭૫ ડોલર વધીને ૬૩.૫૭ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧.૮૮ ડોલર વધીને ૫૫.૬૪ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી રૂ.૪.૫૦ વધીને રૂ.૧૭૧.૮૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૪.૩૫ વધીને રૂ.૧૭૭.૦૫,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૨૯૬.૯૦, આઈઓસી રૂ.૨.૩૦ વધીને રૂ.૧૫૬.૭૫, બીપીસીએલ રૂ.૫.૫૫ વધીને રૂ.૩૮૪.૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૨૦ વધીને રૂ.૩૧૧.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું વ્યાપક વેલ્યુબાઈંગ : ૧૫૩૦ શેરો પોઝિટીવ : ૨૪૬ શેરોમાં મંદીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં અનેક રોકાણકારોને પાયમાલ કરી મૂકતાં વ્યાપક ધોવાણ બાદ આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગ નીકળતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૩૦ અને ઘટનારની સંખ્યા ૧૦૧૦ રહી હતી. ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ઘૈંૈંની કેશમાં રૂ.૧૨૪૧ કરોડની ચોખ્ખી ખરીદી : ખૈંૈંની સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૭૫ કરોડની ચોખ્ખી ખરીદી

ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૨૪૧.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૪૫૫.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨૧૪.૩૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટોરની આજે કેશમાં રૂ.૪૩૮.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૪૬૩.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૯૦૨.૩૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૭૫.૭૨ કરોડની ચોખ્ખી ખરીદી સામે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૧૬.૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૧.૭૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૧.૩૦ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે વ્યાપક તેજીના તોફાને રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧.૭૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૧.૩૦ લાખ કરોડ પહોંચી ગયું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WWBDVo
via Latest Gujarati News

Post a Comment

0 Comments