
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 20 જૂન 2019, ગુરુવાર
અમિતાભબચ્ચને ફરી એક વખત સાબિત કરીદીધું છે કે તેઓ હિંદી સિનેમાના મહાનાયક કહેવાય છે. તાજેતરમાં તેમણે એક ફિલ્મના ૧૪ મિનીટના દ્રશ્યને એકજ શોટમા ંઓકે કર્યો હતો.જેવો સીન પૂરો થયો કે સેટ પર તાળીઓનો ગડગડાટ સંભળાયો હતો.
અમિતાભ બચ્ચન ઇમરાન હાશ્મી સાથે 'ચહેરે'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે અને દિગ્દર્શક રમી જાફરી છે. અમિતાભના આ દ્રશ્ય વિશે આનંદ પંડિતે જણાવ્યુ ંહતું કે, '' આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને જે દ્રશ્ય ૧૪ મિનિટમાં ભજવ્યું તે સરળ વાત નહોતી. આ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશન જરૂર હોય છે. અમિતાભે જે રીતે આ દ્રશ્યને ભજવ્યું તે ખરેખર ગર્વને લાયક હતું.
સેટ પર નીરવ શાંતિ છવાઇ ગઇ હતી અને આ દ્રશ્ય બાદ સેટ તાળીઓથી ગૂંજી ઊઠયો હતો. એક ઐતિહાસિક દ્રશ્યને એક જ શોટમાં પુરુ કરવું તે સરળ નથી. તેઓ એક લેજન્ડરી એકટર છે, આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ.હું આ ફિલ્મનો હિસ્સો બન્યો છું તેનું મને ગૌરવ છે.''
જોકે અમિતાભે પોતાની અભિનય ક્ષમતાને બહુ જ નમ્રતાથી લીધી છે.તેમણે કહ્યુ ંહતુ ંકે, '' મારા આ દ્રશ્ય માટે મને વધુ પડતી ક્રેડિટ ાપવામાં આવી રહી છે.આ વાતને સાઉન્ડ આર્ટિસ્ટ રેસૂલ પુકુટ્ટીએ ટ્વિટર પર મુકી હતી. તેણે ટ્વિટ કર્યું હતુ ંકે, '' આજે અમિતાભે ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે.
તેઓ 'ચહેરે'ના છેલ્લા દિવસનુ ંશૂટિંગ કરી રહ્યા હતા. તેમણે ૧૪ મનીટના લાંબા દ્રશ્યને એક જ ટેકમાં પુરું કર્યુ ંહતું. આ દ્રશ્ય બાદ ટીમની દરેક વ્યક્તિ સેટ પર ઊભી થઇ ગઇ હતી અને તાળીઓ પાડતી જોવા મળી હતી. ડિયર સર, એમાં કોઇ શંકા નથી કે તમે દુનિયાના શ્રેષ્ઠ એકટ્રસમાંના એક છો.
અમિતાભે રેસૂલના ટ્વિટનો જવાબ આપતાં ટ્વિટ કર્યું હતું કે, '' રેસૂલ તુમ મારી ક્ષમતા અથવા તો હું જેને લાયક છું એના કરતાં તુ મને વધુ ક્રેડિટ આપી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4VUpx
via Latest Gujarati News
0 Comments