
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 20 જૂન 2019, ગુરુવાર
રોશન પરિવારમાં આવેલી મુશ્કેલીઓ પૂરી થવાનું નામ જ લેતી નથી. હાલ રાકેશ રોશનની પુત્રી સુનૈના અભિનેત્રી કંગના અને તેની બહેન સાથે મળીને રોશન પરિવાર પર આરોપ મુકી રહી છે. જોકે રોશન પરિવારે આ બાબતે કોઇ રસ ન દાખવતાં પોતાનો બચાવ કર્યો નથી. પરંતુ રાકેશ રોશનની ભૂતપૂર્વ પુત્રવધુ અને હૃતિકની એક્સ પત્ની સુઝેન ખાને પોતાની ખાનદાની દાખવીને રોશન પરિવારની તરફેણ કરતી એક પોસ્ટ મુકી છે.
સુઝેને ઇન્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેણે મુશ્કેલીના સમયમાં પરિવારનું સમ્માન કરવાની વિનંતી કરી છે. સુઝેન ટાંક્યું છે કે, '' આખા પરિવારનો લાંબા સમય સુધી હું હિસ્સો રહી છું. તેમની સાથેના અનુભવના આધારે હું કહેવા માંગુ છું કે, સુનૈના બહુ જ સારી અને દરેકની પરવાહ કરનારી વ્યક્તિ છે. પરંતુ હાલ તે દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં છે. સુનૈનાના પિતા (રાકેશ રોશન) હેલ્થ ઇસ્યુઝનો સામનો કરી રહ્યા છે.
તેમજ તેમની માતા પણ હાલ કાંઇ કહેવાની સ્થિતિમાં નથી. તેથી હું વિનંતી કરું છું કે આવા સંજોગોમાં પરિવારનું સમ્માન કરવું જોઇએ. આવી પરિસ્થિતિઓ દરેકના પરિવારમાં આવતી હોય છે. મને આ બધુ કહેવાની જરૂર એટલે પડી છે કે, હું આ પરિવારનો લાંબા સમય સુધીનો એક હિસ્સો રહી ચુકી છું.''
હૃતિક અને તેના પરિવારે આ વિવાદ પર મોં ખોલ્યું નથી. હૃતિકની બહેન એક મુસલમાન પુરુષના પ્રેમમાં છે અને તેનો આ સંબંધ રોશન પરિવારને મંજૂર નથી. સુનૈનાએ કંગના પાસે આ બાબતે મદદ માંગી હતી. તેણે એક વેબસાઈટ સાથે પણ આ મુદ્દે વાતચીત કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZHEKCB
via Latest Gujarati News
0 Comments