સલમાન ખાને પોતાના બોડીગાર્ડને તમાચો ચોડી દીધો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 જૂન 2019, બુધવાર

સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સલમાન મંગળવારે રાતના મોલના એક થિયેટરમાં પોતાની ફિલ્મનું સ્ક્રિનિંગ રાખ્યુ ં હતું. તેવામાં તેના ચાહકોની ભીડ થઇ ગઇ હતી. આ ભીડમાંથી સલમાનને રસ્તો આપવા જતા એક બોડીગાર્ડે એક બાળચાહકને હડસેલ્યો હતો. જેને કારણે અભિનેતાએ નારાજ થઇને બોડીગાર્ડને બધાની સામે તમાચો મારી દીધો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

'' સલમાનને તેના ચાહકોની ભીડમાંથી બહાર લઇ જવા માટે બોડીગાર્ડ રસ્તો કાઢી રહ્યા હતા. તેવામાં સલમાનને જોવાઇચ્છતા એક બાળકને બોડીગાર્ડે  ધકેલ્યો હતો. સલમાનની નજર પડતાં જે તેણે બોડીગાર્ડને જાહેરમાં તમાચો ઝીંકી દીધો હતો,'' તેમ ત્યાં રહેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું. 

જોકે સલમાનના આ વર્તનથી તેના ઘણા ચાહકો નારાજ થયા છે. ત્યાં ભેગા થયેલામાંના જોનારની મોટા ભાગની ટીપ્પણી સલમાનની ફેવરમાં નહોતી. તેમના જણાવ્યા પ્રમાણેે,આમાં બોડીગાર્ડનો કોઇ વાંક નહોતો. તે તો ફક્ત તેની ફરજ બજાવી રહ્યો હતો. સલમાને આ રીતે જાહેરમાં તેને મારીને તેનું અપમાન કર્યું છે. સલમાનના ચાહકોની ટીપણીઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સલમાનના આ વર્તનથી સંતુષ્ટ નહોતા. 

સલમાનને બાળકો પ્રત્યે અપાર પ્રેમ છે. તેથી કદાચ તે એક તેના ચાહક બાળકને હડસેલતો જોતાં ઉત્તેજિત થઇ ગયો હશે, તેવું પણ લોકો માની રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KrKwDX
via Latest Gujarati News

Post a Comment

0 Comments