કુર્લામાં હેપેટાઇટીસ-ઇનો રોગચાળો ફેલાયોઃદરદીઓની સંખ્યામાં વધારો


- પાલિકાનો આરોગ્ય વિભાગ કહે છે, ગટરના સમારકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનને નુકસાન થયું હતું

મુંબઇ,તાઃ 20 જૂન 2019, ગુરુવાર

મુંબઇના કુર્લા વિસ્તારમાં હેપેટાઇટીસ-ઇ (કમળો)ના કેસ નોંધાયા હોવાથી મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સજાગ થઇ ગયું છે.ખાસ કરીને હેપેટાઇટીસ-ઇના કેસ કુર્લાના પશ્ચિમ ભાગમાં વધુ નોંધાયા હોવાનું જાણવા મળે છે.ચિંતાજનક બાબત તો એ છે કે શહેરમાં ચોમાસાનુંઆગમન નથી થયું ત્યારે હેપેટાઇટીસ-ઇના કેસ નોંધાયા હોવાથી પાલિકાનો આરોગ્ય વિભાગ સજાગ થઇ ગયો છે.

મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર અમુક વિકાસકાર્ય થતું હોવાથી ત્યાં પીવાનું પાણી ગંદુ થઇ ગયું છે.

મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૧૯મના એપ્રિલથી મે દરમિયાન હેપેટાઇટીસ-એ અને ઇના કેસમાં ૧૦૨ ટકાનો વધારો નોંધાયો છે.જ્યારે ૨૦૧૮ના આ જ સમયગાળામાં આવા કેસમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.એટલે કે આવા૧૦૦ કેસને બદલે ૭૫ કેસ નોંધાયા હતા.મુંબઇમાં મે મહિનામાં હેપેટાઇટીસ-એ અને ઇ-ના૧૭૮ કેસ નોંધાયા હતા જ્યારે માર્ચમાં ૯૫ અને એપ્રિલમાં ૮૮ કેસ નોંધાયા હતા.

મે મહિનાથીકુર્લાના ઝૂંપડપટ્ટી અને હાઉસિંગ સોસાયટીઓમાં આવા ૫૦-૬૦ કેસ નોંધાયા છે.અમુક ચિંતાજનક કેસમાં તો દરદીને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ અપાઇ હતી.અમુક દરદીઓને આઉટ પેશન્ટ વિભાગમાં સારવાર અપાઇ છે.૫૦ વરસની એક મહિલા દરદીને કમળો હોવાથી અને તેને ઉલટી થતી હોવાથી ત્રણ દિવસ સુધી ખાસ નિરીક્ષણ હેઠળ રાખવામાંઆવી હતી. 

પાલિકાના આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આહારમાં અને પીવાના પાણીમાં હેપેટાઇટીસ ઇ(એચઇવી)નાં ચેપી રોગાણુ હોવાથી આવો રોગ ફેલાય છે.આવાં ચેપી રોગાણુને કારણે દરદીના લીવર(યકૃત)ને નુકસાન થાય છે.સાથોસાથ તેને ઉલટી થાય છે અને તેના શરીરમાંથી પાણી પણ ઓછું થઇ જાય છે.

પાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ગયા એપ્રિલમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પર ગટરના સમારકામ થતું હતું ત્યારે પીવના પાણીની લાઇનને નુકસાન થયું હતું.વળી,ત્યાં પાણીની ટાંકી પણ હોવાથી ઘણાં લોકો તેમાં પંપ નાખીને પેલી પાઇપલાઇનમાંથી પાણી મેળવતાં હતાં.

ગંદુ પાણી પીધા બાદ કમળાનાં લક્ષણો લગભગ પાંચ-છ સપ્તાહ બાદ જોવા મળે છે.મે મહિનાના મધ્ય ભાગમાં કમળાના કેસમાં વધારો થયો હતો.એક જ કુટુંબની ૧૦ વ્યક્તિઓને હેપેટાઇટીસનો ચેપ લાગ્યો હતો.જોકે આ તમામ દરદીઓને જરૂરી સારવાર આપી હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા નહોતા.

બીજીબાજુ શહેરમાં આવો રોગચાળો ફેલાઇ ગયો હોવાથી પાલિકાનાં જળ,આરોગ્ય,માર્ગ અને ટ્રાફિક વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી છે.આરોગ્ય વિભાગના અધિકારીએ એવી માહિતી આપી હતી કે અમે પીવાના પાણીની બધી પાઇપલાઇનમાંથી થતું ગળતરબંધ કરી દીધું છે.વળી,અમારા અધિકારીઓઘરે ઘરે જઇને તપાસ પણ કરી રહ્યા છે.હાલ સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં છે.

એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે એવી માહિતી આપી હતી કે કમળાના કિસ્સાયુવાનોમાં અને સગર્ભા સ્ત્રીઓમાં વધુ જોવા મળ્યા છે.

કુર્લાની ભાભા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.ક્રિશનકુમાર પીંપળેએ એવી માહિતી આપી હતી કે ચોમાસામાં કુર્લા વિસ્તારમાં આવા કમળાના કેસ નોંધાય છે તે સામાન્ય બાબત છે.વળી,આ ચેપીરોગ હોવાથી તેનાં મોટાભાગનાં દરદીઓને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31OY4iO
via Latest Gujarati News

Post a Comment

0 Comments