મહારાષ્ટ્રના સાતારા અને વાઈમાં ભૂકંપથી ફફડાટ


મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર

આજે સવારે ૭.૪૨ વાગ્યે અને ત્યારબાદ ૮.૨૭ વાગ્યે સતારા અને વાઈમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હોવાની માહિતી ભારતીય હવામાન ખાતાએ આપી હતી. આ ભૂકંપના ઝટકાને પગલે નાગરિકોમાં ખળભળાટ મચી ગયો હતો.

પહેલાં ભૂકંપનો ઝટકો ૪.૨ની તીવ્રતાનો હોવાનું જણાયું હતું તો બીજો ઝટકો ૩.૦ની તીવ્રતાનો હતો. પહેલો ભૂકંપ ૧૦ કિલોમીટર ઊંડે તો બીજો ભૂકંપ ૫ કિલોમીટર ઊંડે આવ્યો હતો.

નસીબજોગે અત્યાર સુધીમાં આ ભૂકંપને પગલે કોઈ જ મોટી જાનહાની નોંધાઈ નથી. પરંતુ સતારામાં અનુભવાયેલા આ ભૂકંપના ઝટકા કોયના, કરાડ અને પાટણ પરિસરમાં પણ લોકોએ અનુભવ્યા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31NVjOM
via Latest Gujarati News

Post a Comment

0 Comments