મુંબઇ તા.20 જૂન 2019 ગુરૂવાર
મોખરાના અભિનેતા રિતિક રોશનની બહેન સુનયનાને સમગ્ર રોશન પરિવાર મારપીટ કરે છે અને એણે આ મારપીટથી ત્રાસીને અમારી મદદ માગતો ફોન કર્યો હતો એવો આક્ષેપ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલીએ કરીને નવો વિવાદ છેડયો હતો.
છેલ્લા કેટલાક સમયથી સુનયના રોશનની માનસિક બીમારી વિશે જાતજાતના અહેવાલો વહેતા થયા છે. ખુદ રિતિકની તલાકશૂદા પત્ની સુઝૈને સુનયનાની માનસિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતંત નિવેદન બુધવારે કર્યંુ હતું.
ગયા સપ્તાહે વહેતા થયેલા અહેવાલો મુજબ સુનયનાની માનસિક સ્થિતિ એટલી હદે વણસી હતી કે એને સતત ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવી હતી.
જો કે આ અહેવાલ પ્રગટ થયા બાદ સુનયનાના નામે મિડિયાને એવી માહિતી આપવામાં આવી હતી કે આ અહેવાલ સાચા નથી. સુનયનાએ પોતે એવો દાવો કર્યો હતો કે હું મજામાં છું.
હવે રંગોલીએ નવો ફટાકડો ફોડયો હતો કે રોશન પરિવાર સુનયનાને ખૂબ મારપીટ કરે છે અને સુનયનાએ કંગનાને મદદ માટે ફોન કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FltcNs
via Latest Gujarati News
0 Comments