મુંબઇ તા.20 જૂન 2019 ગુરૂવાર
અભિનેતા કોમેડિયન જાવેદ જાફરી આગામી વેબ સિરિઝ ઓનલી ફોર સિંગલ્સ માટે પોતાનો કંઠ ઊછીનો આપી રહ્યા હોવાની જાણકારી મલી હતી.
જાવેદે એ વિશે બોલતાં કહ્યું કે મને આ સ્ક્રીપ્ટ મળી ત્યારે મને નવાઇ લાગી નહોતી. મને તરત એક હકીકતનો ખ્યાલ આવ્યો હતો કે કુંવારા યુવક યુવતીઓની જે સમસ્યા પંદર વીસ વર્ષ પહેલાં હતી એ આજે પણ છે. એકલદોકલ યુવાન કે યુવતીને ભાડે મકાન મેળવવા પંદર વર્ષ પહેલાં પણ તકલીફ પડતી હતી અને આજે પણ પડે છે. એટલે આ વિચાર મને ગમી ગયો એટલેે મેં કંઠ આપવાની હા પાડી.ઔઆ વેબ સિરિઝમાં વિવાન શાહ, પૂજા બેનર્જી, અમન ઉપ્પલ, દીપ્તિ સતી, શીરીન સેવાની અને ગુલશન નાઇન ચમકી રહ્યાં છે.
એક શહેરમા નવા આવેલા યુવક યુવતીઓની હાડમારીની વાત આ સિરિઝમાં સમાવી લેવામાં આવી છે. એમાં સત્યઘટના અને કલ્પનાન ો સમાવેશ કરાયો છે.
જાવેદ જાફરીના રોલ કે અન્ય વિગતો હાલ મિડિયાને આપવામાં આવી નહોતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Rp3Pix
via Latest Gujarati News
0 Comments