મુંબઇ તા.4 જૂન 2019 મંગળવાર
અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું હતું કે મેં દત્તક લીધેલી બંને પુત્રીઆને અસલિયત જણાવી દીધી છે કે તમે મારી કૂખે જન્મીં નથી, મેં તમને દત્તક લીધી છેે.
'સાવ કૂમળી વયે દત્તક લીધેલી પુત્રીઓ મોટ્ટી થાય અને ત્યારબાદ એમને અસલિયતની જાણ થાય તો કદાચ શૉક સહન ન કરી શકે, ગેરસમજ વધી જાય અને અમારા સંબંધોમાં તિરાડ પડી શકે. એના કરતાં મેં તેમને સમયસર અસલિયતની જાણ કરી દીધી' એમ સુષ્મિતાએ કહ્યું હતું.
હાલ સુષ્મિતાને બે પુત્રી છે. ૨૦૦૦ની સાલમાં રેનેને દત્તક લીધી હતી અને ૨૦૧૦માં આલિષાને દત્તક લીધી હતી.
તેણે કહ્યું કે અમે રમતાં હતાં ત્યારે મેં લાગ જોઇને આ વાત કાઢી હતી અને કહ્યું હતું કે તમે મારા દિલમાંથી જન્મ્યાં છો, મારી કૂખમાંથી નહીં. તરત રેનેએ પૂછ્યું હતું કે તમે અમને દત્તક લીધી છે ? મેં કહ્યંુ કે હા, એટલેજ મને તમારા માટે વધુ પ્રેમ છે. પેટના જણ્યા કરતાં દિલથી જણેલા વધુ વહાલાં હોય છે.
રમત રમતમાં જણાવેલી આ હકીકત એક પ્રકારનો જાદુ કરી ગઇ. બંને પુત્રી સત્ય જાણીને રાજી થઇ ગઇ. એમને બહુ સહેલાઇથી હું હકીકત સમજાવી શકી એનો મને પોતાને પણ આનંદ છે. મારે એ બંનેને અંધારામાં રાખવી નહોતી. મોટી થઇ જાય પછી ગેરસમજ થાય એના કરતાં એમને સાચી વાત કરી દેવી સારી એમ મને લાગ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdbIs2
via Latest Gujarati News
0 Comments