
- યુવતીને ચહેરા અને હાથ પર ઈજા થઈઃઆરોપી રિક્ષા ડ્રાઇવરની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર
'તુ મુઝે અચ્છી લગતી હૈ' એવું કહીને ડ્રાઇવરે યુવતીની છેડતી કરતા તેણે દોડતી રિક્ષામાંથી રસ્તા પર કૂદકો મારી દીધો હતો. દરમિયાન યુવતીને ચહેરા અને હાથ પર ઇજા થઈ હતી. નાશિક પીલોસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
નાશિકના ઇન્દિરા નગર પરિસરમાં આ ઘટના બની હતી. ગઈ કાલે બપોરે ડ્રાઇવર રવિની રિક્ષામાં આ યુવતી પ્રવાસ કરતી હતી. ત્યારે ડ્રાઇવરે તેનો હાથ પકડીને 'તુ મુઝે અચ્છી લગતી હૈ' કહીને છેડતી કરી હતી. તે સમયે યુવતીએ રિક્ષા રોકવા માટે કહ્યુ હતું, પણ આરોપી ડ્રાઇવરે રિક્ષા પૂરપાટ દોડાવી હતી. છેવટે યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરી હતી.
ડ્રાઇવર રિક્ષા રોકતો ન હોવાથી યુવતીએ રસ્તા કૂદકો મારી દીધો હતો. જેને લીધે તે જખમી થઈ હતી. બાદમાં યુવતી તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગઈકાલે રાતે અંબડ ગામમાં રહેતા આરોપી ડ્રાઇવર રવિને ઝડપી લીધો હતો.
નાશિકમાં રિક્ષા ચાલક અને પ્રવાસ વચ્ચે અનેક વખત ઝઘડા તતા હોય છે. આવા રિક્ષા ડ્રાઇવર સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2NatXiy
via Latest Gujarati News
0 Comments