મુંબઇમાં શૂટિંગ કરી રહેલી માહી ગિલ અને તેની ટીમ પર થયો હુમલો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર

મુંબઇના મીરારોડ નજીક ઘોડબંદર રોડ પર માહી ગિલ તેની ટીમ સાથે એક વેબ સીરિઝ 'ફિકસર'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના પર અમુક નશામાં ધૂત ગુંડાઓએ  હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ટીમની મારપીટ કરી હતી તેમજ  તે સ્થળે શૂટિંગ અટકાવવાનો આદેશ આપ્યો હતો.  આ દરમિયાન સમગ્ર દાદાગીરીની ઘટનાનો વિડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર મુક્યો હતો. 

આ શોમાં કામ કરી રહેલા તિગ્માંશુ ધૂલિયા, શબ્બીર આહુવાલિયા પણ ત્યાં હાજર હતાં. મળેલી જાણકારી મુંજબ ઘોડબંદરમાં સવારે સાત વાગ્યે શૂટિંગ શરૂ થયું હતું. સાંજના ચાર વાગ્યે નશામાં ધૂત એવા થોડા લોકો સેટ પર આવ્યા હતા અને ત્યાં તોડફોડ કરી  ધમાલ મચાવી હતી.

શોના નિર્માતા સાકેત સહાનીએ આરોપ મુકતા કહ્યુ ંહતું કે, તેમણે કેમેરા તોડવાનો પણ પ્રયાસ કર્યા હતા અન ેજ્યારે કેમેરામેન સંતોષ તુંડિયાલે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમણે ે સંતોષને પણ માર માર્યો હતો. માહિએ પોતાની કાર તરફ દોટ મુકીને સ્વયંને બચાવાનો પ્રયાસ કર્યો હતો. 

નિર્માતાના કહ્યા પ્રમાણે, આ લોકો અમારી પાસે હપ્તાવસૂલી માટે આવ્યા હતા. જ્યારે અમારી પાસે શૂટિંગ માટે જરૂરી પરમિશન હતી. 

વીડિયોમાં સાકેત સહાની નામનોએક વ્યક્તિ આ બાબત કહી રહ્યો છે. તેણે જણાવ્યુ ંહતુ ંકે, મીરા  રોજની એક ફેકટરીમાં અમને શૂટિંગ માટે પરમિશન આપવામાં આવી હતી. અમારી પાસે લેખિતમાં આ મંજૂરી છે. બુધવારે સવારે જ્યારે ટીમશૂટિંગ કરી રહી હતી ત્યારે સવારે સાત વાગ્યે ત્યાં અસામાજિક તત્વો આવ્યા હતા અને અમારી ટીમ સાથે મારામારી કરવા લાગ્યા હતા. અમારા ક્રુ મેમ્બરને પણ બહુ પિટાઇ કરી છે. 

સાકેતે વધુમાં જણાવ્યુ ંહતું કે, આ મામલે અમે પોલીસ ફરિયાદ કરી નથી. કારણકે આ ઘટના ઘટી રહી હતી ત્યારે પોલીસ ત્યાં  હાજર હતી અને તેમણે અમને બચાવાની બદલે 'વધુ મારો ' એમ કહીને હુમલાખોરોની બાજુ લીધી હતી. તેથી અમે આ વીડિયો દ્વારા અમારી આપવીતી શેયર કરી રહ્યા છીએ.

આ બાદ સ્ટાર્સે પણ વીડિયો શેયર કરતાં જ પોલીસે એકશન લેવાનું શરૂ કરીને સાત લોકોની ધરપકડ કરી હતી.

તિગ્માંશુ ધૂલિયાએ પણ આ વીડિયો શેયર કર્યો છે. તેણ ેટ્વિટ કરતા ંકહ્યુ ંહતુ ંકે, જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું મીરા રોડમાં જ હાજર હતો. અમારા કેમેરામેન સંતોષ થુંડિયાલાને છ ટાંકા આવ્યા છે. આ બહુ જ કરૂણ ઘટના છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y2F26j
via Latest Gujarati News

Post a Comment

0 Comments