બધા જ બોર્ડની સ્કૂલોમાં મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાતઃ મુખ્યપ્રધાન


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 જૂન 2019, ગુરુવાર

મરાઠી ભાષાના શીખવાડવાવાળી કેન્દ્રીય બોર્ડ અને અંગ્રેજી મીડિયમની શાખાઓને આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આડે હાથ લીધા હતા.  કેવા પણ બોર્ડની સ્કૂલ હશે મહારાષ્ટ્રમાં એ સ્કૂલને મરાઠી ભાષા ભણાવવું ફરજીયાત રહેશે, આવી સુસ્પષ્ટ ચેતવણી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આજે વિધાનપરિષદના સદનમાં આપી. બધા સ્કૂલમાં મરાઠી ભાષા ફરજીયાત કરવાના મુદ્દા ઉપર સવાલ કરવામાં આવી હતી ત્યારે ચર્ચાને જવાબ આપતા મુખ્યપ્રધાન ફડણવીસએ સ્પષ્ટતા કરી.

શિવસેનાના ડો. નિલમ ગોર્હેએ ઓચિંતાના મુદ્દા ઉપર સરકારને સવાલ કર્યો હતો. અમુક સાહિત્યકારો, લેખકો કવી અને પ્રકાશકોએ મરાઠી ભાષાના મુદ્દે ૨૪ જૂન ૨૦૧૯ના દિવસે આંદોલન કરવાની ચીમકી આપી છે. એ તરફ પણ નિલમ ગોર્હેએ સરકારનું ધ્યાન દોર્યું હતું. આ ચર્ચાના જવાબમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ તમામ સ્કૂલોમાં મરાઠી ભાષા ફરજીયાત હોવાની સ્પષ્ટતા કરી તેમજ સાહિત્યકારો, લેખક, કવી, પ્રકાશકોના પ્રતિનિધિ મંડળ સામે મરાઠી ભાષા પ્રધાન વિનોદ તાવડેની હાજરીમાં નિશ્ચિત ચર્ચા કરવાનું અને માંગણીઓનું યોગ્ય રીતે નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XthE4Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments