
મુંબઇ, તા.28 જૂન 2019, શુક્રવાર
શહેરમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા અને ડ્રગ્સ પુરા પાડતા પેડલરો પર તૂટી પડવા એક વિશિષ્ટ અભઇયાન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફજણવીસે કરી હતી. શહેરના યુવાનોમાં વધતા ડ્રગ્સના દૂષણને પરિણામે યુવાધન બરબાદી તરફ ધકેલાઇ હ્યું છે તે બાબતના વિરોધપક્ષના સવાલના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઇ પોલીસના નાર્કોટિક્સ વિભાગને આવા કેસોને ઉકેલવા સક્ષમ બનાવવામાં આવશે.
કોંગ્રેસના વિધાનસભ્ય આરીફ નસીમખાન અને અમીન પટેલ તેમજ એઆઇએમઆઇએમના વિધાનસભ્ય વારિસ પઠાણે ડોંગરી જેજે માર્ગ, ભાયખલા અને શિવાજીનગર વિસ્તારમાં રહેતા યુવાનોમાં વધતા ડ્રગ્સના બંધાણની ગંભીરતા તરફ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું.
આ સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબૂલ્યું હતું કે યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે મુંબઇના પોલીસ કમિશનરને વ્યક્તિગત રીતે મળી આ દૂષણને ડામવા સખત પગલા લેવા જણાવશે તેવું પણ કહ્યું હતું. આ સિવાય પોલીસના નાર્કોટીક્સ વિભાગને વધુ મજબૂત બનાવવામાં આવશે તેવી માહિતી વિધાનસભામાં આપી હતી.
આ બાબતે વધુ માહિતી આપતા વારિસ પઠાણે વિધાનસભામાં જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણને પરિણામે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે એક વખતે પોલીસે તેમની ડ્રગ્સની ફરિયાદ ગંભીરતાથી ન લેતા તેમણે સ્વયં સૃથાનિકોની એક ટીમ બનાવી તેમના વિસ્તારમાં કેફી દ્રવ્યો વેચતા પેડલરોને પકડયા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણ સામે રાજ્ય સરકારને લડત ચલાવવાનો આ એકદમ યોગ્ય સમય છે.
ઉપરાંત સ્કૂલ, કોલેજ સાથે જ સૂમસામ જણાતા વિસ્તારો જેવા કે કબ્રસ્તાન અને સ્લમ વિસ્તાર પણ કેફી દ્રવ્યોના વેચાણ અને હેરફેરના અડ્ડા સમાન બની ગયા છે તેથી તેના પર ત્રાટકવાની વધુ જરૂર છે. અમીન પટેલે, રેલવે ટ્રેક વિસ્તાર નશેડીઓ અને ચરસીઓ માટે 'આદર્શ' સૃથળ બની ગયા છે. આ સૃથળોએ સીટી પીલોસ અને જીઆરપીના અિધકાર ક્ષેત્ર બાબતે ચાલતી લડાઇને પરિણામે નશેડીનો જમાવડો જોવા મળતો હોય છે તેવો આરોપ કર્યો હતો. તેથી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા સૃથળોએ બન્ને પોલીસ વચ્ચે સારો સુમેળ જળવાય તે પર વધુ ભાર મૂકવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IUMjAa
via Latest Gujarati News
0 Comments