
- એપીએમસી બજારોમાં ચહલ પહલ થંભી ગઇઃવેપાર- વ્યવહાર ખોરવાયો
- બહારથી આવી રહેલા કૃષી માલોને નુકસાનઃવેપારી વર્ગમાં રોષ દેખાયો
નવી મુંબઇ, તા. 28 જૂન 2019, શુક્રવાર
નવી મુંબઇમાં શુક્રવારે સવારથી થયેલા ભારે વરસાદમાં ખાસ કરીને એપીએમસીમાં આવેલા જથૃથા બંધ કૃષી બજારોમાં વ્યાપક અસર જોવા મળી હતી.
એપીએમસી બજારોમાં ચોમાસા પૂર્વે જ રસ્તાઓ તથા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સિૃથત કથળેલી રહી હતી અને હવે વરસાદ તૂટી પડતાં આવી કથળેલી સિૃથતિ વધુ ખરાબ થઇ ગઇ હોવાનું દાણા બંદરના નિરીક્ષક તથા જાણીતા ટ્રાન્સપોર્ટ ઓપરેટર પુરુષોત્તમ પુંજાણીએ જણાવ્યું હતું.
ભારે વરસાદના પગલે નવી મુંબઇના બજારોમાં આજે હાજરી તથા ચહલ-પહલ પાંખી રહી હતી તથા વેપારોને પણ ખાસ્સો ફટકો પડયો હતો એવું નવી મુંબઇ કોમોડીટીઝ એન્ડ ટ્રેડર્સ વેલફેર એસોસીએશનના અધ્યક્ષ અરુણભાઇ ભીંડેએ જણાવ્યું હતું.
એપીએમસી બજારોના વેપારીઓ સરકારને કરોડો રૂપિયા સેસ તરીકે ચૂકવે છે છતાં બજારમાં કોઇ યોગ્ય સુવિધાઓ ઉભી કરાઇ નથી અને ટાઇમસર સ્મારકામ પણ થતું નથી એવું કરીયાણા બજારના પૂર્વ પ્રમુખ અમરીશ બારોટે જણાવ્યું હતું. આજે ભારે વરસાદના કારણે એપીએમસી બજારોની ઘણી ગલ્લીઓની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
હજી તો વરસાદની શરૂઆત થઇ છે ત્યારે આવી સિૃથતિ સર્જાઇ છે. એ જોતાં બજારોમાં પાણીના નિકાલની ડ્રેનેડ વ્યવસૃથા જાણે સદંતર ખોરવાઇ ગઇ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બજારોની ગલ્લીઓની અંદર ઉપરાંત ગલ્લીઓના બહારના કોમ્પલેક્સના પરિસરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં.
વિવિધ કૃષી ચીજો ઉત્પાદક મથકોએ નવી મુંબઇ બજારોમાં લાવતા ટ્રક ઓપરેટરોને પણ આજના વરસાદની તથા બજારમાં ભરાયેલા પાણીની વ્યાપક અસર પડી હતી. બજારમાં આવી રહેલી ટ્રકોની ગતિ ધીમી પડી ગઇ હતી. બજારમાં ઉભેલી ટ્રકોની અંદર રહેલા માલોને પણ નુકસાન થયું હતું. બજારના જાણકારોના જણાવ્યા મુજબ તો વરસાદ હજી વધુ ચાલત તો ગોદામોની અંદર પણ પાણી આવવાની શક્યતા ઉભી થઇ હતી.
આ પ્રશ્ને એપીએમસી સત્તાવાળઆઓએ પણ રજૂઆત કરાઇ છે તથા એપીએમસી કાર્યાલયના ફોન આજે સતત રણકતા રહ્યા હતા. ચોમાસા પૂર્વે બજારમાં માળખારિય સમારકામ કરવાના કામ વિલંબમાં અને ધીમી ગતિએ થતા રહ્યા હતા અને ધીમી ગતિએ થતા રહ્યા હતા. અને એ દરમિયાન બજારમાં ગંદકી તથા કાદવ- કીચડ વધી જતાં ઘણા વેપારીઓ, દલાલભાઇઓ, ચાલતા ચાલતા પડી જવાના કિસ્સાઓ પણ બન્યા હતા.
દાણાબંદરના નિરીક્ષક પુરુષોત્તમ પુંજાણી પણ તાજેતરમાં આ રીતે બજારમાં ચાલતા ચાલતા પજી ગયા હતા અને ઇજા પામતા પથારીવશ થવું પડયું હતું. એકંદર એપીએમસાના કૃષી બજારોના વેપારીઓ શુક્રવારના વરસાદના પગલે બજારોમાં સર્જાયેલી તબાહી જેવી સિૃથતિથી રોષે ભરાયા છે અને સત્તાવાળાઓએ આ પ્રશ્ને તાત્કાલિક લક્ષ આપવું એવી માગણી જોરશોરથી ઉઠી છે.
આ બજારોમાંથી ખાધા ખોરાકીની ચીજો મોટા પ્રમાણમાં રોજરોજ આવે છે તથા શહેરમાં તથા સમગ્ર મુંબઇમાં મોકલવામાં આવે છે ત્યારે આવી બજારોમાં આવી તબાહીથી આરોગ્ય વિષયક સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે એવી ભીતી નવી મુંબઇ મર્ચન્ટસ ચેમ્બરના અધ્યક્ષ કિર્તીભાઇ રાણાએ દર્શાવી હતી.
કલ્યાણમાં ૧૧ વૃક્ષો પડી ગયાઃઅનેક વિસ્તાર જળબંબાકાર
કલ્યાણ, ડોંબીવલી, થાણા અને ભિવંડી સહિત સમગ્ર થાણા જિલ્લામાં ગઇ રાતથી મુશળધાર વરસાદને લીધે લોકોનું જનજીવન ખોરવાયું છે. કલ્યાણમાં ૧૧ વૃક્ષો ધરાસયી થયા હોઇ, એક પોલ પડી ગયો છે અને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. રેલવેના પાટાઓમાં પણ પાણી ભરાવાના બનાવોને લઇ અડધોથી પોણો કલાક રેલ સેવા મોડી ચાલી રહી છે.
ગઇકાલ સાંજથી શરૂ થયેલ વરસાદએ વચ્ચે વચ્ચે એકાદ કલાક બંધ થતા સતત શરૂ રહ્યો છે કલ્યાણ સ્ટેશન પરિસર, એસ.ટી.ડેપો, ઓકબાગ વિસ્તારમાં સવારના સમયે પાણી ભરાયા હતાં જ્યારે કલ્યાણ ઇસ્ટમાંના ખડેગોલવલી, હનુમાનનગર, ચક્કીનાકા અને લોકગ્રામ પરિસરમાં પાણી ભરાયાના સમાચાર છે.
ડોંબિવલીમાં પણ બેથી ત્રણ ઠેકાણે વૃક્ષ ધરાશયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વરસાદને લઇ અનેક રસ્તાઓમાં ખાડા થયા હોઇ ડોંબિવલીની અંગ્રેજી માધ્યમની શાળા ઓમકાર ઇન્ટરનેશનલની સ્કૂલ બસનું ટાયર ખરાબ રસ્તામાં અટકાઇ જતાં બસને ખાલી કરવી પડી હતી આ સિવાય ડોંબિવલીમાં પણ સ્ટેશન નજીકમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી હતી.
આ વર્ષે અત્યાર સુધીમાં થાણા ખાતે ૩૫૫ મી.મી., કલ્યાણ ૨૨૧.૮૦ મી.મી., મુરબાડ ૯૧.૦૦ મી.મી. ઉલ્હાસનગર ૧૭૮ મી.મી. અંબરનાથ ૧૫૯૭૦ મી.મી., ભિવંડી ૨૨૯ મી.મી જ્યારે શાહપુરમાં ૧૯૭ મી.મી.ની નોંધ થઇ છે અત્યાર સુધીમા ંજિલ્લામાં ૧૪૩૧.૫૦ મી.મી. વરસાદ થયો હોઇ પાછલા વર્ષે આજના દિવસે ૪૧૦૫.૧૦ મી. મી. વરસાદ નોંધાયો હતો. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ મોડો શરૂ થયો હોઇ ગઇકાલથી વરસાદનું પ્રમાણ વધ્યું છે. ગત દિવસ દરમિયાન થાણા-૭૬, કલ્યાણ ૯૫.૮૦ મુરબાડ- ૩૦, ઉલ્હાસનગર ૩૯, અંબરનાથ ૬૭, ભિવંડી ૧૦૫ અને શાહપુરમાં ૧૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
દિવસભરના વરસાદના વાતાવરણમાં પણ શાળાઓ, સરકારી કચેરીઓ, ઉપહારગ્રહો, સહિત સર્વે વહેવાર રાબેતા મુજબ રહ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xc0CEi
via Latest Gujarati News
0 Comments