
મુંબઇ, તા. 22 જૂન 2019, શનિવાર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના નિમિત્તેે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ભારતીય લશ્કરને તેમ જ યોગ દિવસનો અનાદર કરવાના ઈરાદે જાહેર ટીખળી કરવા બદલ બોમ્બે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પોલીસફરિયાદ નોંધાવાઈ છે.
બોોમ્બે હાઈકોર્ટના એડવોકેટ અટલ બિહારી દુબેએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે પોતે એસ્પ્લેનેડ કોર્ટમાં અવ્યા ત્યારે ટ્વીટર એકાઉન્ટ ચેક કરતી વખતે ૨૧ જૂને રાહુલગાંધીએપોસ્ટ કરેલી બે તસવીરો વિશે જાણ થઈહતી. આ તસવીરો આર્મી ડોગ યુનિટ દ્વારાલેવાઈહતી જેમાં શ્વાનોલશ્કરી જવાનો સાથે કસરત કરી રહ્યા છે.
ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૫ અનુસાર ભારતી લશ્કર કે સશસ્ત્ર દળો તેમ જ તેના કોઈ અધિકારી કે જવાનનો અનાદર કરતું નિવેદન, મજાક કે અહેવાલ પ્રકાશિત કે પ્રસારિત કરવાનો સમાવેશ થાય છે.
આ રીતની તસવીરો યોગ દિવસે ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ જનતાના સુમેળતાને ખોરવવાના ઈરાદે ટીખળ કરી છેે. આવી તસવીરો વિતરીત કરીને લશ્કરનો અનાદર કરવામાં આવ્યો છે અને એ માટે ગાંધી સામે કાનૂની કાર્યવાહી કરવાની ફરિયાદમાં માગણી કરાઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XxcGnK
via Latest Gujarati News
0 Comments