
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 22 જૂન 2019, શનિવાર
શિવસેના અને ભારતીય જનતા પાર્ટી યુતિ અંગે જે કાંઈ નિર્ણયો લેવાતા હતા એ બધા નિર્ણયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને હું આમ ત્રણે વચ્ચે લેવાી ગયા છે. બધુ પાકુ થઈ ગયું છે. એના વચ્ચે બીજા કોઈએ ફાફા મારવાની જરૂર નથી, આવા શબ્દોમાં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ નેતા તેમ જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર ગિરીશ મહાજનના કાન ખેંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે દુકાળગ્રસ્તો અને ખેડૂતોની મુલાકાત લેવા માટે મરાઠવાડાની મુલાકાતે ગયા છે. ઔરંગાબાદમાં ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે સંવાદ સાંધતા હતા ત્યારે એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને ગિરીશ મહાજનના વક્તવ્ય પ્રત્યે પ્રતિક્રિયા પૂછવાનો પ્રયાસ કર્યો. ગિરીશ મહાજને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ભાજપના જ થશે એવું વક્તવ્ય કર્યું હતું. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સીધી રીતે મહાજનના કાન ખેંચતા કહ્યું કે, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને હું અમારા વચ્ચે યુતિ પ્રત્યે બધુ પાકું થઈ થયું છે એમાં બીજા કોઈએ માથું મારવાની જરૂર નથી.
હાલ મુખ્ય પ્રધાન કોણ થશે? આ સિવાય બીજા મહત્ત્વના ઘણા મુદ્દાઓ છે. ગ્રામિણ વિસ્તારમાં ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળ્યો કે? ઉજ્જવલા ગેસ યોજનામાં કેટલા ગરીબોને લાભ થયો? ખેડૂતોના સાત બારાના દાખલા કોટા થયા કે? ખેડૂતોને દેવામાફી મળી કે? શિવસેના સર્વસામાન્ય લોકોના સવાલ / સમસ્યાઓ ઉકેલ લાવવા માટે સરકરામાં છે. ખેડૂતોએ પોતાનું દુખ દૂર રાખીને લોકસભા ચૂંટણીમાં આપણને જીતાડયા છે હવે તેમના દુખ દૂર કરવું આપણી ફરજ છે, એવું ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LhOzDl
via Latest Gujarati News
0 Comments